ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો, બધાના મોતની પેર્ટન એક જેવી, દીકરીના લગ્નના ગરબામાં પિતાનું મોત
Surat Sudden Death : સુરતમાં બીમારી વગર અચાનક મોતના ત્રણ કિસ્સા બન્યા... દીકરીના લગ્ન પહેલા રાખેલા દાંડિયા રાસમાં પિતાનું મોત... અન્ય બે કિસ્સામાં મહિલાઓ ઘરમાં જ કામ કરતા કરતા ઢળી પડી
Trending Photos
Surat News : સુરત જાણે મોતના દાવાનળ નીચે બેઠું હોય તેમ એક પછી એક લોકોના જીવ જઈ રહ્યાં છે. ધીમા પગલે મોત ક્યારે અચાનક આવી જાય છે અને પ્રાણ લઈ જાય છે તેની ખબર નથી પડતી, પણ લોકો કામ કરતા અચાનક ઢળી પડી રહ્યાં છે. ત્યારે સુરતમાં મોતનો સિલસિલો યથાવત છે. સુરતમાં પુત્રીના લગ્નમાં ગરબા રમ્યા બાદ એક પિતાને મોત આવ્યું. તો અન્ય ત્રણ જણાના પણ આ જ રીતે મોત થયા.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો જાણે કોઈ ભેદી બીમારીના ઝપેટમાં આવ્યા હોય તેવું લાગી રહ્યુ છે. કેટલાક સયમથી એકાએક તબિયત બગડવી અને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોતનો સિલસિલો યથાવત છે. આ રીતે વધુ ત્રણ જણાના મોતના ખબર આવ્યા છે.
દીકરીના લગ્ન પહેલા પિતાનું મોત
અમરોલીના સાયણ રોડ પર સાંઈ આસ્થા રેસીડન્સીમાં રહેતા 54 વર્ષના ધનશ્યામભાઈ ધોળકિયાના પુત્રીના 23 ફેબ્રુઆરીએ લગ્નના દાંડિયા રાસનું આયોજન કરાયુ હતું. ઘનશ્યામભાઈ દીકરીના લગ્નના ગરબામાં શોખથી રમ્યા હતા. પરંતુ મોડી રાતે સૂઈ ગયા બાદ બીજી દિવસે તેઓ સવારે ઉઠ્યા જ ન હતા. આ કારણે પરિવાર ચિંતાતુર બન્યો હતો. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પિતાના મોતથી ધોળકિયા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તો બીજી તરફ દીકરીના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠી હતી.
અન્ય બે બનાવો
વરાછા વિસ્તારમાં 38 વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર બપોરે ઘરમાં કામ કરતા સમયે અચાનક ઢળી પડ્યા હતા. તેમની તબિયત બગડતા અચાનક ઢળી પડ્યા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ, ભટાર રોડ પર રહેતા 35 વર્ષી કવિતાબેન સોનવણે શનિવારે રાતના સમયે અચાનક ઘરમાં ચક્કર આવીને ઢળી પડ્યા હતા. સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બંને મહિલાઓ સામાન્ય પરિવારની હતી, અને તેમના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે