• ​3 તબીબો ઇન્ટર્નશિપ સેકન્ડ યરની માસૂમ સ્ટુડન્ટોને રામ ભરોસે છોડી નાસ્તો કરવા જતાં રહ્યાં હતાં

  • બાથરૂમમાં બંધ બંન્ને નર્સિંગ સ્ટુડન્ટ વિકરાળ આગમાં બહાર જ ન નીકળી શકી અને મૃત્યુ પામી હતી


ભરત ચૂડાસમા/ભરૂચ :શુક્રવારની મધરાતે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે ભરૂચ વેલફેર હોસ્પિટલમાં આગ લાગતા સમયે સર્જાયેલી સ્થિતી અંગે એ ઈજાગ્રસ્ત નર્સનો પ્રતિભાવ સામે આવ્યો છે. જેમાં તેણે આગ (gujarat fire) કેવી રીતે લાગી અને આગ લાગતા સમયે કેવી પરિસ્થિતિ હતી તે જણાવ્યું છે. 


આ પણ વાંચો : ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાથરૂમમાં બંધ બંન્ને નર્સિંગ સ્ટુડન્ટ આગમાં બહાર ન નીકળી શકી
હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ નર્સ ચાર્મી ગોહિલે જણાવ્યું કે, 3 તબીબો ઇન્ટર્નશિપ સેકન્ડ યરની માસૂમ સ્ટુડન્ટોને રામ ભરોસે છોડી નાસ્તો કરવા જતાં રહ્યાં હતાં. બેડ નંબર 5 ના વેન્ટીલરમાં સ્પાર્ક થયો હતો અને આગ લાગી હતી. આ આગમાં ફરીગા ખાતુનની PPE કીટ સળગી હતી અને માસૂમ માધવી પણ આગની ચપેટમાં આવી હતી. જોતજોતામાં આગ વધુ ફેલાઈ હતી. ત્યારે વીજળી ડુલ થતા અંધારપટ છવાયો હતો. ફરીગા અને માધવી નર્સિંગ સ્ટુડન્ટ પોતાની સળગતી PPE કીટ ઓલવવા બાથરૂમ તરફ દોડી હતી. આ સમયે હું દરવાજા પાસે હોઈ બહાર નીકળી ગઈ હતી. બાથરૂમમાં બંધ બંન્ને નર્સિંગ સ્ટુડન્ટ વિકરાળ આગમાં બહાર જ ન નીકળી શકી અને મૃત્યુ પામી હતી. 


આ પણ વાંચો : સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા


મારી 2 સહેલીએ મને કાયમ માટે અલવિદા કરી
તેણે વધુમાં કહ્યું કે, હું બાજુમાં જ ઊભી હોવાથી હાથથી તેની કિટની આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારી કિટ પણ સળગવા માંડી હતી. સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી તત્કાળ મદદ માગી હતી. સંતોષ એ વાતનો છે કે અમે 3 સહેલીએ એકબીજાને બચાવવા છેક સુધી પ્રયાસ કર્યા અને અફસોસ એ છે કે મારી 2 સહેલીએ મને કાયમ માટે અલવિદા કરી દીધી.


આ આગમાં નર્સ ચાર્મી ગોહિલના પગમાં જ આગથી દાઝી ગયા હતા. ત્યારે સવાલ એ છે કે, કોવિડના ICU વોર્ડમાં ઇન્ટર્નશીપ કરતી નર્સિંગ સ્ટુડન્ટને ડોક્ટરની ગેરહાજરીમાં રાત્રે ફરજ આપવી કેટલી વ્યાજબી ગણાય. 


આ પણ વાંચો : ચાર દિવસમાં જ ધનવંતરી હોસ્પિટલ હાઉસફુલ, બેડ નહિ હોવાનું બોર્ડ લાગ્યું


તો બીજી તરફ, ભરૂચમાં કોરોનાના કહેરના પગલે રાજ્ય સરકારનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે સૌપ્રથમ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. વેલફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ખાતે સર્જાયેલી દુર્ઘટનાનો ટ્રસ્ટીઓ, ડોક્ટર્સ, અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પાસેથી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. બંને વેલ્ફેર બાદ સિવિલ હોસ્પિટલ, એન્જીનીયરીંગ કોલેજ કોવિડ કેર અને અંકલેશ્વર ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલની પણ મુલાકાત લેશે.