સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા

સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા
  • ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી
  • 10-15 બેડની વ્યવસ્થાવાળા કેર સેન્ટર ગામમાં જ સંસ્થાઓ અને લોકભાગીદારીથી બને
  • સરકારી શાળા, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી હોસ્ટલ અથવા સરકારી મકાનમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવે

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાની બીજી લહેર ગામડાઓ સુધી પહોંચી ગઈ છે તેમાં કોઈ બેમત નથી. શહેરોની સરખામણીમાં ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ પાંખી હોય છે. ગામડાના દર્દીને સુવિધા માટે શહેરો તરફ દોડવુ પડે છે. આવામાં ગુજરાતના ગામડાના માનવીઓને પણ કોરોનાકાળમાં સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે નવુ મિશન બનાવ્યું છે. આ અંતર્ગત ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. 

દરેક ગામમાં લોકભાગીદારીથી કોવિડ કેર સેન્ટર બનાવો
આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના તમામ કલેક્ટર ડીડીઓને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સૂચના આપવામાં આવી છે કે, ગુજરાતના દરેક ગામડાઓમાં લોકભાગીદારીથી કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે. રાજ્યમા 80% થી વધુ કેસોમા લક્ષણો નથી દેખાતા અથવા સામાન્ય લક્ષણ ગામડાના આવા દર્દીને કેર સેન્ટરમાં રાખી શકાય. 10-15 બેડની વ્યવસ્થાવાળા કેર સેન્ટર ગામમાં જ સંસ્થાઓ અને લોકભાગીદારીથી બને. સરકારી મકાન, શાળા, હોસ્ટેલ વગેરેમા આ કોવિડ કેર સેન્ટર ઉભા કરી શકાય છે. 

  • લોક ભાગીદારીથી ગામડામાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવે
  • કોવિડ કેર સેન્ટરમાં અંદાજે 10 થી 15 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે
  • જે દર્દીઓને હોમ આઈસોલેશનની સુવિધા ન હોય તેવા દર્દીને સેન્ટરમાં દાખલ કરવાના રહેશે
  • ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી હોસ્ટલ અથવા સરકારી મકાનમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવે
  • આ માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવાની, ભોજન-પાણીની વ્યવસાથ, પાયાની સુવિધાઓ, મેડિકલ તપાસ, જરૂરી દવાઓ, મેડિકલ તપાસ, આયુર્વેદિક ઉકાળ વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે.
  • દર્દીનું તાપમાન સમયાંતરે ચકાસવાનુ રહેશે
  • જરૂર જણાય તો ટેલી મેડિસિનના માધ્યમનો ઉપયોગ કરવાનો રહેશે
  • વધુમાં ટેસ્ટીંગ અને કોઈ દર્દીને અન્ય જગ્યાએ રિફર કરવાના થાય તો તેને નજીકના હેલ્થ સેન્ટર પર લઈ જવામાં આવે 

આ પણ વાંચો : મોરવાહડફનો ગઢ કોણ ફતેહ કરશે? આજે પેટાચૂંટણીની મતગણતરી પર સૌની નજર

પત્રમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડના કેસ વધી રહ્યાં છે. તેથી 80 ટકાથી વધુ કેસોમાં રોગના લક્ષણો જેવા મળતા નથી કે ખૂબ જ સામાન્ય પ્રકારના હોય તેવા દર્દીને કોવિડ કેર સેન્ટરમાં રાખીને સારવાર કરી શકાય છે. આ રીતે ગામડામાં અન્ય જગ્યાઓએ કોવિડ સંક્રમણ અટકાવી શકાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news