ભરત ચુડાસમા/ભરૂચ: રાજ્યમાં નબળી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા પુલ તૂટી પડવાની અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. ત્યારે ભરૂચના નંદેલાવ બ્રિજનો અમુક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બ્રિજ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે અનેક વાહનો અને કેબિન દબાયા છે. જોકે, સદનસીબે બ્રિજ દૂર્ઘટનામાં નીચે બેસેલા લોકોનો આબાદ બચાવ થયો છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે ભરૂચમાં નવર્નિમાણ તઈ રહેલા નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે. જોકે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી, જોકે બ્રિજના કાટમાળ નીચે વાહન અને કેબિન દબાયા છે. પરંતુ હા...બ્રિજ નીચે બેસી રહેલા લારી ચાલકોનો આબાદ બચાવ થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube