ભરત ચુડાસમા/ભરૂચ: વિધર્મી યુવકે મેહુલ પટેલ નામ ધારણ કરી બે વિદ્યાર્થીનીઓને નિશાન બનાવનાર ૩ બાળકોના પિતાને ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે. વાગરાના લીમડી ખાતે રહેતા મૂળ પગૂંથણ ગામના સિરાજ રૂસ્તમ પટેલની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો,PM સાથે સંકળાયેલો છે કેસ
 
ભરૂચના પગૂથણ ગામના 26 વર્ષીય શખ્શ હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ભરૂચ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં 20 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીનો થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધ્યો હતો. અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીએ પ્રથમ તો ભાવ આપ્યો ન હતો, પણ બાદમાં પોતાના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા મિત્રતા બાંધી હતી. 


આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો


વિદ્યાર્થીનીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી, લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાના હોવાનો વિશ્વાસ અપાવી વિદ્યાર્થિનીને ભરૂચની અલગ -અલગ બે હોટલોમાં વારંવાર લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું હતું. એક દિવસ અચાનક પીડિત યુવતીના મોબાઈલ ઉપર સિરાજ રુસ્તમ પટેલ નામના વ્યક્તિની પત્નીનો ફોન આવ્યો હતો. આ યુવતીએ પતિ સાથે આડા સંબંધનો આક્ષેપ મુક્યો હતો. આ વાતચીત બાદ શંકા જતા પીડીતાએ પોતાની ભાભીને કોલ વિશે જાણ કરી હતી. પરિવારની તપાસમાં ભાંડો ફૂટ્યો કે મેહુલ પટેલના નામે જે યુવાન પીડિતાના સંપર્કમાં છે તે અસલમાં સિરાજ રુસ્તમ પટેલ છે. 


ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા, પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયુ કદ


બનાવની જાણ પોલીસતંત્રને કરવામાં આવતા ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી કે ભૂતિયાએ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ માં ભાંડો ફૂટ્યો હતો કે આ શખ્શ પરણિત અને 3 બાળકોનો પિતા છે. ખોટા આધારકાર્ડ અને ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી આ વિધર્મીએ યુવતીઓને ફસાવી શારીરિક શોષણ કરવાની માનસિકતા ધરાવે છે. 


BJPમાં ભૂકંપ: પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના વધુ એક મોટા નેતાનું રાજીનામુ


જેણે કુલ બે યુવતીઓને શિકાર બનાવી હોવાની હકીકત સામે આવી છે. રુસ્તમના કાવતરાનો પર્દાફાશ થતા તેની વિરુદ્ધ ઇ.પી.કો કલમ- ૩૭૬, ૩૧૩, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૬૮૨) મુજબ ગુનો દાખલ કરી સિરાજ રુસ્તમ પટેલ રહેવાસી પગુથણ બાપુ નગર તા.જી. ભરૂચ અને હાલ રહેવાસી લીમડી નવી નગરી તા. વાગરા જી. ભરૂચની ધરપકડ કરી છે.


અવૈધ સંબંધનો કરૂણ અંજામ! પતિ પરસ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકાએ પત્નીએ ક્રૂર