આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો, PM મોદી સાથે સંકળાયેલો છે કેસ

PM Modi Degree Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો, PM મોદી સાથે સંકળાયેલો છે કેસ

ઝી બ્યુરો/અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીને લઈને કરેલા આક્ષેપ કેસમાં કોર્ટ તરફથી સૌથી મોટો ઝટકો મળ્યો છે. કેજરીવાલે વચગાળાની રાહત માટે કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જેથી આપના નેતા અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને આગામી મુદતમાં મેટ્રો કોર્ટમાં હાજર રહેવું પડશે. અરવિંદ કેજરી અને સંજયસિંહ સામે માનહાનીની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ યુનિવર્સિટીને બદનામ કરવાને લઈને કરી હતી. જેમાં કેજરી વાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીને લઈને આક્ષેપ કર્યા હતા. 

મોદીની ડિગ્રી મામલે થયો છે વિવાદ...
વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ 2016માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો?
ગુજરાત સહિત દેશભરમાં હાલમાં મોદીની ડિગ્રીઓનો મામલો અતિ ચર્ચાસ્પદ હતો. ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ નરેન્દ્ર મોદીએ 1981થી 1982 દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. 

જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-1 અને પાર્ટ-2 એમ બંને પરીક્ષામાં કુલ 800માંથી 499 માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ 499 માર્કસ મેળવ્યા.

પાર્ટ-1માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં 400માંથી 237 માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- 2માં વિવિધ ચાર પેપરમાં 400માંથી 262 માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-1 અને પાર્ટ-2માં કુલ 800માંથી 499 માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. 

ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો  રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર આજે ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-1 ની પરીક્ષા પાસ કરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news