`આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા ફાડે છે, આ પોસ્ટરો ફાડવાવાળાના ફાટી જવાના છે કપડાં`
Loksabha Election 2024: ભરૂચ લોકસભાના બીજેપી ઉમેદવાર મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે, આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે. તેવી ચીમકી પણ તેમને ઉચારી હતી.
Loksabha Election 2024, જયેશ જોશી/નર્મદા: ભરૂચ લોકસભાના બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવાએ આજથી ડેડીયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જંગી સભાને સંબોધતા મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે, આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે. તેવી ચીમકી પણ તેમને ઉચારી હતી.
ગામના ઝઘડા ઘરે ના લાવતા! 'ખાલી રૂપાલાનો વિરોધ, પાટીદારોનો નહીં, વાતાવરણ ડહોળાય નહીં
સમજી વિચારીને આપ પાર્ટીમાં કુદમ કુદ કરજો...
ચૈતર વસાવા પર સીધા પ્રહાર કરતા મનસુખ વસાવાએ જણાવ્યું કે ભરૂચ અને ભાવનગરમાં એમના જેવા ગુંડા લોકોને ઉતાર્યા છે એટલે પોસ્ટરો જ ફાડેને બીજું શું કરે. જો કોઈ સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને મે ગાળો દીધી હશે, હું સીધો સાદો માણસ છું, પણ કામ ના કરે તો બોલવી પડે. અધિકારીઓ જે ભાષામાં સમજે અમારે સમજવવું પડે છે, ભાજપના સરપંચો સારું કામ કરે છે, પણ આપ ના સરપંચોને તેઓએ ચેતવણી આપી આપના સરપંચોને કહ્યું કે હું ધમકી નથી પણ 3 મહિના પછી મારો જ સમય છે, સમજી વિચારીને આપ પાર્ટીમાં કુદમ કુદ કરજો.
ગુજરાતમાં ભાજપને આ વિવાદથી ફાયદો, ટિકિટ રહી તો રૂપાલા લીડનો નવો રેકોર્ડ બનાવશે
પૈસા વાળા તો પંજાબથી આવે છે હરિયાણાથી આવે છે
તેમણે ઉમેર્યું હતું કે, આપ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્યો કરો છો સમય આવશે તો અમે છોડવાના નથી. વળી ચૈતર વસાવાએ બે દિવસ પહેલા આક્ષેપ કર્યો હતો કે કેટલાક રાત્રે 200 રૂપિયા આપવા આવે અને મત આપજો એમ કહે છે ત્યારે મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપ વાળા પૈસા ન વહેંચે, અમે તો સરકારી યોજનો લોકો સુધી પહોંચાડીએ છે. પૈસા વાળા તો પંજાબથી આવે છે હરિયાણાથી આવે છે.
ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર, આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી