Bharuch News ભરત ચુડાસમા/ભરૂચ : હવે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી 40 કિલોમીટરથી વધારે ઝડપે વાહન ચલાવ્યું તો નોંધાશે ગુનો. વધતા અકસ્માતો ઉપર રોક લગાવવા તમામ વાહનોની ગતિ પર સ્થાનિક તંત્ર દ્વારા બ્રેક મારવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર 4 માર્ગીય ₹400 કરોડનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિજ પર અકસ્માતો વધ્યા હતા 
હવે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી 40 કિલોમીટરથી વધારે ઝડપે વાહન ચલાવ્યું તો નોંધાશે ગુનો. વધતા અકસ્માતો ઉપર રોક લગાવવા તમામ વાહનોની ગતિ પર બ્રેક લગાવાઈ છે. ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર 4 માર્ગીય ₹400 કરોડનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જોકે નવા ફોરલેન બ્રિજ પર ગતિની મજા માણતા હજારો વાહનચાલકોને લઈ છેલ્લા કેટલાક સમયથી લગાતાર અકસ્માતોનો સિલસિલો જોવા મળી રહ્યો છે. રવિવારે રાતે વરસતા વરસાદમાં 3 વાહનો અને એક એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ ચાલક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી, 6 જળાશય હાઈએલર્ટ પર


તંત્ર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરાયું 
જિલ્લા વહીવટી તંત્રે નર્મદા મૈયા બ્રિજ અકસ્માત ઝોન બની રહ્યા હતા. જેની ગંભીર નોંધ લઈ સોમવારે આખે આખું તંત્ર બ્રિજના નિરીક્ષણ કરવા પહોંચ્યું હતું. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પોલીસ વડા ડો. લીના પાટીલ, RTO, R એન્ડ B સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટીમોએ બ્રિજની મુલાકાત લીધી હતી. નર્મદા બ્રિજ પર વધતા જતા અકસ્માતોનું કારણ તપાસતા પ્રાથમિક દ્રષ્ટિએ બ્રિજના માર્ગની સરફેશ વધુ પોલિશ હોય છે. વાહનો વધુ ઝડપે જતા હોવાનું અને ઓછી લાઇટિંગનું કારણ સામે આવ્યું હતું. 


આવા છે ગુજરાતના વિદ્યાર્થીઓ : 5 વત્તા 5 કેટલા થાય તેનો જવાબ પણ નથી આપી નથી શક્તા


આ નિરીક્ષણ બાદ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્રે તમામ શકયતા, તારણો અને કારણો તપાસી આજથી જ બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોની સ્પીડ 40 ની કરી દીધી છે. બ્રિજ પર લાઇટો વધારવામાં આવશે. અમુક અંતરે સાઈન બોર્ડ મુકવા સાથે રસ્તાની ઉપરી સપાટીને રફ કરવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં એક્સિડન્ટ અટકાવવા રીફલેક્ટરો મુકવા સાથે વાહનોની મર્યાદિત રહે તે માટેની કામગીરી પણ હાથ ધરવામાં અવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર કમિટી નિમિ સમયાંતરે બ્રિજનું મોનીટરીંગ કરતું રહેશે.


હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ 3 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ


ગુજરાતના શિક્ષણની પોલ ખોલનાર IAS ઓફિસરના થયા વખાણ, પાટીદારપણુ બતાવી સત્ય કહ્યું