હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ 3 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી,,, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ,,,
Trending Photos
Ambalal Patel Heavy Rain Prediction : ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યુ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રવિવારે સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો . રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જેમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ થતાં પાલિકાની તંત્રની પોલ ખુલી ગઈ. કારણ કે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી. તો ગોંડલમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા....ઉમવડા રેલ્વે અંડરબ્રિજમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. સાથે જ ભાવનગર શહેરભરમાં ધોધમાર વરસાદ થતાં કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. આ ઉપરાંત કાળીયાબીડ, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ પર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબતી દેખાઈ. તો બોટાદ જિલ્લાભરમાં પણ મેઘરાજા ધમાકેદાર વરસ્યા. બોટાદ શહેરનાં ભાવનગર રોડ, તાજપર રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પાણી ભરાઈ ગયા. જ્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં પણ સવારથી વરસી રહેલા સતત વરસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા.
આજે ક્યાં ક્યાં આગાહી
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના ઘોઘા તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે.
આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 જૂને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે વડોદરા, વાપી, સુરત, નવસારી માટે પણ વરસાદની આગાહી અપાઈ છે. તો 28 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી
યેલો એલર્ટ જાહેર
ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ત્યારે કેટલાક જિલ્લાઓને લઇ હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ અને ગીર સોમનાથ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો આવતીકાલે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે કે, ભાવનગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં યેલો અલર્ટ છે.
ઉમરગામમાં સૌથી વધુ વરસાદ
રવિવારે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતું પહેલાં જ વરસાદે ઉમરગામ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી છે. ઉમરગામના જાહેર રસ્તા પર ભરાયા પાણી છે. ગાંધી વાડી અને પાવર હાઉસ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. આ કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા છે.
પશ્વિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં પણ ચોમાસાનું આગમન
ઉલ્લેખનીય છે કે, હવામાનના મોરચે દેશને એક મોટી રાહત મળી છે. ચોમાસાએ આગેકૂચ કરીને પોતાનો વ્યાપ વધાર્યો છે. દક્ષિણ ભારત બાદ પશ્વિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. મોડા પડેલા ચોમાસાએ જાણે શરૂઆતમાં જ વિલંબની માંડવાળ પણ કરી દીધી છે. ગુજરાત, હરિયાણા,મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ચોમાસાની દસ્તક ધમાકેદાર રહી છે. કેટલીક જગ્યાએ ચોમાસાએ શરૂઆતમાં જ રૌદ્ર સ્વરૂપ પણ દેખાડી દીધું. જો કે ગરમીના મોરચે રાહત મળતા લોકો ખુશ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે