ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લા ભાજપ દ્વારા ડેડીયાપાડા ખાતે લાભાર્થી સંમેલન યોજાયું હતું. જ્યાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા સંમેલનમાં હાજર રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધન દરમિયાન પિત્તો ગુમાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહીથી ઉડી જશે વર્લ્ડકપ આયોજકોના હોંશ! અ'વાદમાં રમાનારી ફાઈનલનો થશે ફિયાસ્કો?


સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ દુધધારા ડેરીમાં પણ બરોડા ડેરી જેવા ભાવ આપવા જોઈએ. મારા વિરોધમાં પત્રો પણ લખે છે, પણ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૈતરની કોઈ હેસિયત નથી કે જીતી શકે, ડેડીયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને નિલ રાવના માથે હારનો ટોપલો નાખે છે. 



પંચમહાલમાં ઘટી મોટી દુર્ઘટના : GIDC માં દિવાલ ધરાશાયી થતા 4 બાળકોના મોત


તેમણે જણાવ્યું કે, મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું અને આજે બોલવું પડ્યું... મારા લોહીનું ટપકું પણ હિન્દુ હિન્દૂ જ બોલે, હું એક ઉદ્યોગપતિનું નાક દબાવુ તો કરોડો રૂપિયા કમાઈ શકું છું, પણ આ મારું કામ નથી. હું સેટિંગ કરવા વાળો માણસ નથી. સરકારના આંકડા બોલે છે કે નર્મદા અને છોટાઉદેપુરમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. શિક્ષણમાં શિક્ષકોની ઘટ છે તો પુરી કરીશું. 


અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા