ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચમાં વળી પાછા કોરોનાના બે કેસ જોવા મળ્યાં છે. અમદાવાદ ફરજ પર ગયેલા એસઆરપીના બે જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાલિયાના રૂપનગર ખાતે આવેલા એસઆરપી કેમ્પના બે જવાનો કોરોનાના ચેપનો ભોગ બન્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના હાહાકાર વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ માટે આવ્યાં સારા સમાચાર


અત્રે જણાવવાનું કે સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં અત્યાર સુધીમાં 28 કેસ નોંધાયા હતાં અને 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. 


કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ 


ભરૂચ, અંકલેશ્વરમાં  આજથી શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રિનિંગ
ભરૂચ અને અંકલેશ્વરમાં આજથી શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રિનિંગ હાથ ધરાશે. 3 દિવસમાં 1500થી વધુ શાકભાજી વિક્રેતાઓના આરોગ્યનું ચેકિંગ શરૂ થશે. હેલ્થ કાર્ડ વગર શાકભાજી વેચવા પર પ્રતિબંધ છે અને કાર્ડ વગર પકડાયા તો ગુનો નોંધાશે. જિલ્લા બહારથી આવનાર લોકોની જાણકારી આપવા હેલ્પ લાઈન નંબર જાહેર,90999 18924 જાહેર કરાયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube