ગુજરાત પોલીસનો સૌથી મોટો જાસૂસીકાંડ : બે કોન્સ્ટેબલે હદ પાર કરી હતી, કોના લોકેશન કાઢ્યા એ ડેટા પણ ડિલીટ કર્યાં
Espionage scam : ભરૂચમાં LCBના બે કોન્સ્ટેબલે કરેલા જાસુસીકાંડ મામલે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીના લોકેશનનો સ્ક્રીન શોટ મળ્યો...29 જૂન 2022ના દિવસે કાઢવામાં આવ્યું હતું લોકેશન...બંને કોન્સ્ટેબલ મયુર અને અશોકના ફોન જપ્ત કરવામાં આવ્યા...
Gujarat Police રવિ અગ્રવાલ/વડોદરા : ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસીકાંડનો મામલો હવે નવા નવા વળાંકો લઈ રહ્યો છે. ગુજરાત પોલીસનો આ સૌથી મોટો જાસૂસીકાંડનો રેલો ક્યાં જઈને અટકશે. કારણ કે, આ થકી અનેક અધિકારીઓ અને કર્મચારીઓના પગ તળે રેલો આવી શકે છે. ત્યારે જાસૂસીકાંડમાં મોટો ખુલાસો થયો છે. છેલ્લા દોઢ વર્ષથી કોન્સ્ટેબલ મયુર અને અશોક લોકેશન કઢાવતા હતા. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને કોન્સ્ટેબલોએ પોલીસે મોબાઈલ કંપનીઓ પાસેથી કોના કોના લોકેશન કઢાવ્યા તેની વિગતો માંગી હતી. બંને કોન્સ્ટેબલોએ અત્યારસુધી લોકેશન કોના કોના કાઢ્યા એ ડેટા પણ ડિલીટ કરી નાંખ્યા છે. જેથી સાપ જતો રહે પણ લિસોટા પણ ન મળે તેવો ઘાટ સર્જાયો છે. પોલીસ પૂછપરછમાં બંને કોન્સ્ટેબલોએ આ કબૂલાત કરી હતી.
અગાઉના અધિકારીઓના પણ નિવેદન લેવાશે
જાસૂસીકાંડમાં ભરૂચ એસપી, LCB PI અને ભરૂચના અનેક નામાંકિત લોકોના લોકેશન પણ બંને કોન્સ્ટેબલોએ કઢાવ્યા હોવાની પોલીસને શંકા છે. જાસૂસી કાંડમાં હવે અગાઉના અધિકારીઓ પણ હલવાશે. અગાઉના અધિકારીઓના પણ નિવેદન લેવાની કવાયત હાથ ધરાઇ છે.
આ પણ વાંચો :
રાજકોટની નર્સ સાથે બની ચોંકાવનારી ઘટના, અજાણ્યા શખ્સે ખેંચીને દુષ્કર્મનો પ્રયાસ કર્ય
નવસારી હાઈવે પર કમકમાટીભર્યા અકસ્માતમાં 4 ના મોત, ઈનોવા કાર હતી ન હતી જેવી થઈ!
ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસીકાંડનો મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીના લોકેશનનો સ્ક્રીન શોટ પોલીસના હાથ લાગ્યો છે. એક કોન્સ્ટેબલના મોબાઈલમાંથી લોકેશનનો સ્ક્રીન શોટનો પુરાવો હાથ લાગ્યો છે. 29-6-2022ના દિવસનું લોકેશન કઢાયું હતું. ભરૂચ LCBના PI તરીકે ભૂતકાળમાં નોકરી કરનારા ત્રણ અધિકારીઓની પૂછપરછનો રાઉન્ડ પણ શરૂ કર્યો છે. બંને કોન્સ્ટેબલ મયુર અને અશોકના ફોન જપ્ત કરી FSLમાં તપાસ માટે પણ મોકલાયા છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરીંગ સેલની છેલ્લાં 3 મહિનામાં 8થી વધુ મોટી રેડ નિષ્ફળ ગઈ હતી. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમમાં જ એક તબક્કે એકબીજા પર શંકાની સોંય ઉભી થઇ હતી. બીજી તરફ તેમણે મામલાના ઉંડાણમાં તપાસ કરતાં પોલીસની જ જાસુસી કરવાના કારસાનો પર્દાફાશ થયો હતો. આમ, ગુજરાત પોલીસમાં 'ઘર ફૂટે ઘર જાય' જેવો ઘાટ સર્જાયો છે. ડિંગુચાનું ઇમિગ્રેશન કૌભાંડ હોય કે દારૂનું કટિંગ કે પછી પોતાના જ સાથીઓની જાસૂસી, બધે પોલીસનું સેટિંગ છે. પોલીસ જ હપ્તા ઉઘરાવતી થઈ ગઈ છે.
આ પણ વાંચો : મંત્રીઓને ‘નાયક’ બનવાનો ચસ્કો લાગ્યો : 16માંથી આટલા મંત્રીઓ તો પોલીસની જેમ રેડ પાડી