રાજકોટની નર્સ સાથે બની ચોંકાવનારી ઘટના, અજાણ્યા શખ્સે ખેંચીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો

Woman Safety : રાજકોટની માધાપર ચોકડી પાસે નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ..... અજાણ્યા વ્યક્તિએ નર્સને ઢસડીને પહોંચાડી ઈજા..... નર્સે પ્રતિકાર કરતા થયો બચાવ....

રાજકોટની નર્સ સાથે બની ચોંકાવનારી ઘટના, અજાણ્યા શખ્સે ખેંચીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો

Rajkot News : ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત રહી નથી. એક સમય હતો જ્યારે ગુજરાતમાં મહિલા સલામતીના બણગા ફૂંકાતા હતા. પરંતું હવે ગુજરાત મહિલા સુરક્ષા મામલે બિહાર જેવુ બની રહ્યું છે. રાજકોટમાં કોઈ વિચારી ન શકે તેવી ઘટના બની છે. રાજકોટમાં નર્સ સાથે અઘટિત ઘટના બની છે. એક નર્સને ઢસડીને અવાવરૂ જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરાયો હતો. નર્સે હિંમત દાખવી અજાણ્યા શખ્સ સામે પ્રતિકાર કરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. પરંતું ઘટનાના 2 દિવસ બાદ પણ આરોપીનો પોલીસના હાથે પત્તો લાગ્યો નથી. 

એક નર્સને ઢસડીને અવાવરૂ જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરાયો હતો. રાજકોટમાં અજાણ્યા શખ્સે મોઢાના ભાગ સહિતના ભાગે ઈજા પહોંચાડી હતી. સિવિલના નર્સને પછાડી અવાવરું સ્થળે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતું નર્સે હિંમત દાખવી અજાણ્યા શખ્સ સામે પ્રતિકાર કરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. યુવતીએ પ્રતિકાર કરતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પરંતું નર્સને ઈજા પહોંચવાના કારણે હાલ તેમને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. આ પીડિતાએ બાદમાં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતું આ ઘટનાના 2 દિવસ બાદ પણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી. 

આ પણ વાંચો : 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રાજસ્થાનની 23 વર્ષીય યુવતી માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડન્ટમાં રહે છે. તે 28 દિવસ પહેલા જ માધાપર ચોકડી પાસે રહેવા આવી હતી. શુક્રવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની પોતાની ફરજ પૂરી કરીને રાત્રીના 8 વાગ્યે હોસ્પિટલથી રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ આવી હતી અને ચોકડીએ ઉતરી રસ્તો ક્રોસ કરી યુવતી 8.30 વાગ્યાના અરસામાં મહાવીર રેસિડેન્સિ તરફ જઇ રહી હતી, ત્યારે એપાર્ટમેન્ટ તરફ જવાનો રસ્તો કાચો હોય અને ઘોર અંધારું હતું. યુવતી ચાલીને જઇ રહી હતી તે વખતે પાછળથી કોઇ દોડતુ આવ્યુ હતું. યુવકે કાળા રંગનુ જેકેટ પહેર્યુ હતું અને તેણે યુવતીને પાછળથી પકડી લીધી. આ બાદ તેણે તરત જ યુવતીને પાછળના નાળા તરફ ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. 

આ બાદ નર્સે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરીને યુવકને ધક્કો મારીને પછાડ્યો હતો. નર્સ હિંમત બતાવીને યુવકની ચુંગલમાંથી છૂટી હતી. તે યુવકના ચુંગલમાંથી છૂટીને એપોર્ટમેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેણે એપાર્ટમેન્ટના રહીશોને આ વિશે જાણ કરી હતી. 

આ બાદ યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે, રાજકોટ પોલીસે આ વાતને ગંભીરતાથી ન લીધી. રાજકોટના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પણ આ રીતે ઘટના બને તે કેટલુ યોગ્ય કહેવાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news