અમદાવાદ : રાજ્યમાં એકતરફ ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન છે ત્યારે ગુજરાતના સાંસદો મોડે મોડે જાગ્યા છે. સંસદમાં ખેડૂતોના મુદ્દ રજૂઆત કરી છે. સૌથી પહેલા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પાકવીમા મુદ્દે ગૃહમાં રજૂઆત કરી અને વીમા કંપનીઓ આ મુદ્દે ઢીલી નીતિ અપનાવતી હોવાનો આરોપ કર્યો છે. વીમા કંપનીઓના કારણે ખેડૂતોને હાલાકી પડી રહ્યાનો દાવો કર્યો. તો આણંદના સાંસદ મિતેષ પટેલ બુલેટટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોના જમીન સંપાદન મુદ્દે થઇ રહેલા નુકસાનને લઇને રજૂઆત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યનંદિતાનો વધારે એક વીડિયો બોમ્બ, પિતા-પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા


ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે જરુરી છે. તો આજે જામનગરના સાંસદ પૂનમબેન માડમે વીમા કંપનીઓની મનમાની પર સંસદમાં રજૂઆત કરી. વીમા કંપનીઓ ખેડૂતોને પૂરતુ વળતર ન આપી રહી હોવાની કરી રજૂઆત. વીમા કંપનીઓ નિયમ અનુસાર સર્વે ન કરી રહી હોવાથી ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને કૃષિ મંત્રી આ મામલે વીમા કંપનીઓને નીતિ સુધારવા સંયુક્ત સમિતિ બનાવે તેવી રજૂઆત પૂનમબેન માડમે કરી હતી. ખેડૂતોના વધી રહેલા રોષને લઇને પાકવીમા અને વીમા કંપનીઓની ખોટી નીતિઓ પર ભાજપ સાંસદોએ ગૃહમાં રજૂઆત કરી આ મામલે યોગ્ય પગલા ભરવા માગ કરી છે. 


ઉજ્જડ ડાંગમાં થશે પાણીની રેલમછેલ, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે છુટ્ટા હાથે કરોડો રૂપિયાની લ્હાણી કરી


તમારુ બાળક વ્હાઇટનરનો વધારે ઉપયોગ કરતો હોય તો સાવધાન ! કિસ્સો જાણી ચોંકી ઉઠશો


બીજી તરફ ચોમાસા બાદ ખરાબ રસ્તાના પ્રશ્નો અનેકવાર ઉઠ્યા છે ત્યારે હવે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે પણ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય હાઇ વે વર્ષ 2017 સુધીમાં પૂર્ણ કરવાનો હતો પણ હજુ સુધી કામ પૂરુ થયું નથી. હજુ કામ અધૂરુ છે અને સાથે જ રાજ્ય સરકારના રસ્તાઓ પણ ખરાબ છે ત્યારે આ મામલે ઝડપથી કામ શરુ કરવા માટે માગ કરી છે. નેશનલ હાઇવેનું કામ અધૂરુ હોવાના કારણે નાગરીકો પરેશાન છે તો સાથે જ નાના કોન્ટ્રાક્ટ્રરોને હજુ સુધી ચૂકવણી થઇ નથી.


વારંવારના અકસ્માતો બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા BRTS કોરિડોરનું નિરીક્ષણ કર્યું
તે માટે પણ પગલા ભરવા સાંસદે રજૂઆત કરી છે. સંસદના શિયાળુ સત્રમાં લોકોની સમસ્યાને લઇને ભાજપના સાંસદોએ મોડે મોડે પણ રજૂઆત કરી છે. સામાન્ય રીતે ભાજપના સાંસદો પર આરોપ લાગતો હતો કે કેન્દ્રમાં પોતાની સરકાર હોવાથી પ્રજાના પ્રશ્નોની રજૂઆત નથી કરી શકતા ત્યારે આ વખતે ભાજપના સાંસદોએ ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરીને વીમા કંપનીઓને આડે હાથ લીધી તો બીજી તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના અધૂરા કામોને લઇને રજૂઆત થઇ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube