આધેડને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા, પોલીસે ટ્રેપ ગોઠવી 3 ઝડપાયા
ગત 1 જૂને રાત્રે એક વાગે અલ્પેશ અને એક મહિલા તેમના ઘરે આવ્યા હતા. અને થોડીવાર બાદ અન્ય બે વ્યક્તિઓ આડેધના ઘરમાં ઘૂસીને રૂમ બંધ આડેધને માર માર્યો હતો અને તેમનું નાઇટ પેન્ટ ઉતારી નાખ્યું હતું.
નવનીત દલવાડી, ભાવનગર: દોઢેક વર્ષ પહેલાં ગારિયાધાર (Gariyadhar) ના પરવડી ગામે યોજાયેલી ભજીયા પાર્ટીમાં અલ્પેશ રાઠોડનો એક આધેડ સાથે પરિચય થયો હતો. ત્યારે તેણે આધેડ સાથે વાતચીત દ્વારા પરિચય કેળવ્યો હતો અને કહ્યું કે તે એંજોય કરાવવાનો ધંધો કરતો હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ 15 દિવસ પહેલાં આધેડને ફોન કરીને એન્જોય વાત કહી તો આધેડે ના પાડી હતી.
ત્યારબાદ આડેધની ના હોવાછતાં ગત 1 જૂને રાત્રે એક વાગે અલ્પેશ અને એક મહિલા તેમના ઘરે આવ્યા હતા. અને થોડીવાર બાદ અન્ય બે વ્યક્તિઓ આડેધના ઘરમાં ઘૂસીને રૂમ બંધ આડેધને માર માર્યો હતો અને તેમનું નાઇટ પેન્ટ ઉતારી નાખ્યું હતું. તો આ તરફ મહિલાએ જાતે પોતાના કપડાં ઉતારી નાખીને ધમકી કે જો તે બે લાખ રૂપિયા નહી આપે તો તેને રેપ કેસમાં જેલ (Jail) ના સળિયા પાછળ ધકેલી મુકવાની ધમકી આપી 1,58,000 રૂપિયા ખંખેરી લીધા હતા.
લ્યો બોલો સોસાયટીમાંથી મળી દારૂ ભરેલી કાર, પાર્કિંગમાં સંતાડ્યો હતો દારૂ
ત્યારબાદ ગત 6 જૂન અને 9 જૂનના રોજ અલ્પેશ અને યુવરાજસિંહે ફોન કરીને વધુ દોઢ લાખ રૂપિયા માંગણી કરી હતી. જેથી આધેડે પોલીસ (Police) ફરિયાદ નોંધાવી અને તેના આધારે ગારિયાધાર પોલીસ ટ્રેપ ગોઠવી પૈસા લેવા માટે આવેલા અલ્પેશ રાઠોડ અને યુવરાજ સિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ સરવૈયાને ઝડપી પાડ્યા હતા.
આ ગ્રુપમાં વધુ બે આરોપી હરપાલસિંહે કનકસિંહ ચુડાસમા (રહે. નારી ચોકડી) તેમજ માયાબેન ભરતભાઈ ડોડિયા (રહે. તળાજા જકાતનાકા ભાવનગર) ફરાર છે. આ ત્રણેય આરોપી પાસેથી પોલીસે કુલ રૂપિયા 70,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડેપ્યુટી બેંક મેનેજરના પિતાને ફોન કરી કહ્યું નેહા શર્મા બોલું છું!!! પછી લાગી ગયો ચૂનો
પકડાયેલ આરોપીઓ
(૧) અલ્પેશભાઇ મુકેશભાઇ રાઠોડ/મીસ્ત્રી રહે. ગઢેચીવડલા શીવમનગર ભાવનગર
(૨) યુવરાજસિંહ ગટુભા ગોહીલ/દરબાર રહે. તણસા દરબારગઢ તા.તળાજા જી.ભાવનગર
(૩) વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયા રહે. ચોક તા.જેસર જી.ભાવનગર
આરોપીઓ પાસેથી મળેલ મુદામાલ
(૧) એક ઇન્ડીકા કાર આર.ટી.ઓ. રજી.નં. GJ 04 D 9703 કિ.રૂ. 50,000/-
(૨) ત્રણ મોબાઇલ અલગ અલગ કંપનીના કુલ કિ.રૂ.20,000/-
પકડવાના બાકી આરોપી
(૧) હરપાલસિંહ કનકસિંહ ચુડાસમા રહે. નારીચોકડી ભાવનગર
(૨) માયાબેન ભરતભાઇ ડોડીયા રહે. તળાજા જકાતનાકા ભાવનગર