નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં પાંચ વર્ષથી ભળેલા પાંચ ગામોને કોઈ પણ જાતની સુવિધા વગર વેરાબિલો ફટકારતા ગામ લોકોએ કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી કોર્પોરેશનનો ઘેરાવ કર્યો હતો, જોકે પોલીસ દ્વારા અગાઉથીજ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઘેરાવ કરી રહેલા આગેવાનો અને ગામલોકોની પોલીસે અટકાયત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર વધારવા માટે ભાવનગરના રુવા, તરસમીયા, અકવાડા, સીદસર અને નારી સહિતના પાંચ ગામોને મનપામાં ભેળવી દેવામાં આવ્યા હતા. જેતે સમયે શાસકો દ્વારા સ્થાનિકોને મૌખિક બાહેધરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી મનપા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ નહિ આપવામાં આવે ત્યાં સુધી તેમને વેરા નહિ ભરવો પડે. 


પરંતુ પાંચ વર્ષ વીત્યા બાદ પણ હજુ સુધી મનપા રોડ, ગટર, સફાઈ જેવી એકપણ સુવિધા આ ગામોને નથી આપી શકી અને હવે એકસાથે પાંચ પાંચ વર્ષના વેરાના મસમોટા બીલ ફટકારી દેવામાં આવતા હવે પાંચેય ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે પાંચેય ગામના લોકો કોંગ્રેસની આગેવાનીમાં વેરા મુદ્દે વિરોધ સાથે કોર્પોરેશનનો ઘેરાવ કરવા આવી પહોંચ્યા હતા.


સીદસર સહિત ના કોર્પોરેશનમાં ભળેલા એકપણ ગામમાં પાયાની સુવિધા આપવામાં મનપા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે ગામલોકોની વારંવારની રજુઆત બાદ પણ કોઈ ઉકેલ ના આવતા ગામલોકો એ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કર્યો હતો. જો કે પોલીસને અગાઉથીજ ખ્યાલ હોય મનપા કચેરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ઘેરાવ કરી રોડ પર ઉતરી આવેલા ગામલોકો અને કોંગ્રેસી આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube