ઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવાર
Umesh Makwana : ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા હતા, જેના બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે
Loksabha Election : ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ઉમેદવારના ફોર્મ રદ કરવાના સમાચારો વચ્ચે આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ઉઠાવવામાં આવેલ વાંધા અરજીનો આખરે સુખદ અંત આવ્યો છે. તો બીજી તરફ અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર થયું છે. હવે માત્ર સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી પર લટકતી તલવાર છે.
આ કારણે રદ કરાયું હતું ઉમેશ મકવાણાનું ફોર્મ
બોટાદ લોકસભાની બેઠકની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી બાદ ૧૩ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા, કુલ ૧૯ ઉમેદવારો દ્વારા ૩૬ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જેમાં ચકાસણી બાદ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાના કારણે ભાજપ દ્વારા વાંધા અરજી કરાઈ હતી. આ અંગે ચુંટણી અધિકારી દ્વારા જવાબ આપવા આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી સાથે બે ફોર્મ ભર્યા હતા, આમાં કુલ 19 ઉમેદવારોના 30 જેટલા ફોર્મ ભરાયા હતા, જેની ચકાસણી કરવામાં આવતા 13 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. બંને પક્ષોના ડમી ઉમેદવારો તથા 3 અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિડમાં વિસંગતતાને કારણે વાંધા રજૂ કરાયું હતું.
સુરતમાં મોટી બબાલ, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે આવશે નિલેશ કુંભાણીના ફોર્મનો નિર્ણય
લોકતંત્ર પર મને ભરોસો છે, દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ માં ઉઠાવવામાં આવેલ વાંધા અરજી મામલે તેઓ આજે સવારે કલેકટર કચેરી ખાતે પોતાનો જવાબ રજૂ કરવા આવી પહોંચ્યા હતા. ઉમેશ મકવાણાની સાથે કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના ટેકેદારો અને આમ આદમી પાર્ટીના ટેકેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અને આપની લિગલ કમિટી સાથે બંનેના ટેકેદારો પણ હાજર રહ્યા હતા. જેના બાદ ચૂંટણી અધિકારી આવી પહોંચતા જવાબ રજૂ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. કલેક્ટર ઓફિસ જતા પહેલા ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, લોકતંત્ર પર મને ભરોસો છે, દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના સમર્થકો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાની સાથે આવેલા સમર્થકોને એસ.ઓ.જી પોલીસના પીઆઈએ બહાર ખદેડતા કલેકટર કચેરીમાં હોબાળો થયો હતો. આ માટે ભાવનગરના એસ.પી. ડીવાયએસપી અને પોલીસનો મોટો કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.
ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે!! રૂપાલા બાદ ગુજરાતમાં નવી પોલિટિકલ ગેમ શરૂ