આ તારીખથી ભાવનગર-બાંદ્રા થશે શરૂ ડેઈલી ટ્રેઈન, ટીટી POS મશીન સાથે બજાવશે ફરજ
વેસ્ટર્ન રેલ્વે ડીવીઝન દ્વારા કોરોના મહામારી હળવી બનતા જ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (02972) કે જે અઠવાડિયામાં ૩ દિવસ એક તરફ અને ૩ દિવસ બીજી તરફ અવરજવર કરતી હતી.
નવનીત દલવાડી, ભાવનગર: કોરોના મહામારી હળવી બનતા વેસ્ટર્ન રેલ્વે વિભાગ દ્વારા વિવિધ ટ્રેઇનોને તેના નિયત માર્ગ પર નિયત કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી અઠવાડિયામાં ૩ દિવસ દોડતી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ૧૬ ફેબ્રુઆરીથી દરરોજ અવરજવર કરશે. જે અંગેનું બુકિંગ પણ ૧૧ ફેબ્રુઆરી ના રોજથી શરુ થશે. જયારે ટ્રેઈનમાં મુસાફરી કરતા લોકોની સુવિધા માટે હવે ટીટી ટ્રેઈનમાં પીઓએસ મશીન સાથે પોતાની ફરજ બજાવશે.
વેસ્ટર્ન રેલ્વે ડીવીઝન દ્વારા કોરોના મહામારી હળવી બનતા જ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (02972) કે જે અઠવાડિયામાં ૩ દિવસ એક તરફ અને ૩ દિવસ બીજી તરફ અવરજવર કરતી હતી તેને તા.16 ફેબ્રુઆરી- 2021 થી ભાવનગર-બાંદ્રા અને બાન્દ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (02971) તા.17 ફેબ્રુઆરી- 2021 થી દરરોજ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેઈન ડેઈલી શરુ થતા ભાવનગરથી મુંબઈ જવા આવવા માટે મુસાફરોને મોટી રાહત મળશે.
જુનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video
હાલમાં આ વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી અઠવાડિયાના ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે અને બાંદ્રા ટર્મિનસથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલી રહી છે જે આગામી ૧૬ થી દરરોજ અવરજવર કરશે. ટ્રેન નં. 02972/02971 ભાવનગર-બાંદ્રા-ભાવનગરનું બુકિંગ 11 ફેબ્રુઆરી 2021 થી નામિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. સંબંધિત ટ્રેનની વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અને www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
ત્રણ સોય મહિલાના પેટમાં ઘૂસી, અમદાવાદના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી
જયારે લોકોની સુવિધામાં વધારો કરતા હવેથી ટ્રેઈન ના ટીટી પોતાની સાથે પીઓએસ મશીન સાથે ફરજ બજાવશે જેથી કોઈપણ વધારાના ચાર્જ માટે લોકો ડીજીટલ પેમેન્ટનો પણ ઉપયોગ કરી શકશે. જેથી આવનારા સમયમાં આ સર્વિસમાં વધુ પારદર્શિતા આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube