Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર શહેરના રૂપાણી પોલીસ ચોકી પાસેથી થોડા દિવસ પહેલા પાંચ શખ્સો દ્વારા એક અગ્રણી બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું, સાઈટ પરથી ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ભટકાડવાનું નાટક કરી બિલ્ડર સાથે માથાકૂટ કરી હતી બાદ તેના ગાળા પર છરી મૂકી તેની જ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા, વેપારી દ્વારા વિરોધ કરવામાં આવતા તેના બંન્ને હાથે અને પગે છરી મારી પચાસ લાખ રૂપીયાની ખંડણી માંગી હતી, જોકે અપહરણ થયા અંગે ફોન આવી જતા પોલીસે સતર્ક બની જાળ બિછાવતા અપહરણકારો બાદમાં પૈસા પહોંચતા કરવાની વાત કરી બિલ્ડર ને છોડી નાસી છૂટ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ ઘોઘારી પોતાની સાઈટ પરથી રૂપાણી સર્કલ પાસે આવેલી પોતાની ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે કારનો પીછો કરી બાઇક પર આવેલા પાંચ શખ્સોએ રૂપાણી પોલીસ ચોકી નજીક ગાડી ઊભી રખાવી કાર ભટકાડી હોવાનું નાટક કર્યું હતું. માથાકૂટ દરમ્યાન પાંચ પૈકીના એક શખ્સે હિતેશભાઈના ગળા પર છરી મૂકી ધક્કો મારી તેની જ કારમાં વચ્ચે બેસાડી દીધા હતા, અપહરણ કરનાર કારમાં લઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન સંસ્કાર મંડળ રોડ પર પહોંચતા બિલ્ડરે વિરોધ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા અપહરણકારોએ છરી વડે તેના હાથમાં અને પગમાં ઇજા પહોંચાડી હતી, અને બાદમાં શહેરના ઓછા ટ્રાફિક ધરાવતા રોડ પરથી પસાર થઈ રૂવા ગામ તરફ લઈ ગયા હતા, જ્યાં અપહરણકારોએ હિતેશભાઈ પાસે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જે રકમ બાબતે અસમર્થ હોવાનું જણાવતા અપહરણકારોએ છેલ્લે 25 લાખ આપી દેવા જણાવ્યું હતું. પરંતુ બાતમીદાર દ્વારા પોલીસે જાળ બિછાવી હોવાની બાતમી મળતા કાર નવાબંદર રોડ તરફ હંકારી મૂકી હતી, અને રસ્તામાં અત્યારે 10 લાખ અને પછી 15 આપી દેજે એમ જણાવી શહેરના કણબીવાડ વિસ્તારના પાછળના ભાગે કાર ઊભી રાખી અપહરણકારો હિતેશભાઈને ગાડીમાં જ છોડી દઈ પલાયન થઈ ગયા હતા. જ્યાંથી કાર હંકારી ઘરે પરત આવી મિત્ર સાથે સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા.


કેરીનું વહેલું આગમન, પરંતું ખરીદતા પહેલા કેરીને લાગેલા આ રોગ વિશે પણ જાણી લેજો


જ્યારે અપહરણકારો હિતેશભાઈને અપહરણ કરી ને લઇ જઇ રહ્યા હતા ત્યારે બીજી બાજુ જે ઘટના બની એ પણ એટલી જ રસપ્રદ છે. સંસ્કાર મંડળ નજીક હિતેશભાઈ અપહરણકારોનો વિરોધ કરી રહ્યા હતા તે દરમ્યાન કોઈ સ્થાનિક વ્યક્તિ જોઈ ગયો હતો, જેણે તાત્કાલિક પોલીસને કારમાં કોઈનું અપહરણ થયું હોવાની જાણ કરી હતી અને કારનો નંબર પણ પોલીસને આપ્યો હતો, જેથી કાર ચાલકે કોઈનું અપહરણ કર્યું હશે એવી સમજ સાથે પોલીસે કારના નંબરના આધારે કાર માલિકનું એડ્રેસ શોધી પોલીસ તેના ઘરે પહોંચી હતી, જ્યાં કાર હિતેશભાઈની પત્નીના નામે હોવાનું જાણવા મળતાં તેમજ તેના ઘરની સ્થિતિ જોતા પોલીસને સમગ્ર ઘટના સમજાઈ ગઈ હતી, જ્યાં હિતેશભાઈએ કોઈનું નહિ પરંતુ હિતેશભાઈનું જ અપહરણ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, હિતેશભાઈના ઘરે પોલીસના ધાડેધાડા ઉતરી આવેલા જોઈ બાતમીદારએ અપહરણકારોને જાણ કરી દીધી હતી, (પોલીસ તમને શોધી રહી છે તેને છોડી મુકો નહિતર તમે પકડાઈ જશો) ત્યારે પકડાઈ જવાની બીકે અપહરણકારો એ હિતેશભાઈ સાથે છોડી દેવા માટે ડીલ નક્કી કરી પ્રથમ તું 10 લાખ આપી દે અને બાદમાં બાકીના 15 લાખ પહોંચતા કરી દેજે એવું જણાવી હિતેશભાઈને લોહીલુહાણ હાલતમાં કણબીવાડ નજીક છોડી પલાયન થઈ ગયા હતા.


ગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી... ફરવા જવાના હોય તો ધ્યાન રાખો, નહિ તો ફેરો ફોગટ જશે


અપહતને છોડાવવા પોલીસે પણ દિલધડક ઓપરેશન કરી અપહરણકારોને ઝડપી લેવા સમગ્ર શહેરમાં જાળ બિછાવી દીધી હતી, બાતમીદારની તાત્કાલિક મળેલી બાતમી અને બાદ ત્વરિત એક્શનમાં આવેલી પોલીસના કારણે હિતેશ ઘોઘારીનો જીવ બચી ગયો. હિતેશભાઈનો છુટકારો થતાં પોલીસ સમગ્ર ઘટનાથી વાકેફ થઇ અપહરણકારોને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેના કારણે ગણતરીના દિવસોમાં જ પોલીસે અગાઉ એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે પાંચમો આરોપી પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો, પોલીસે આરોપીઓ ના રિમાન્ડ મેળવી પાંચમા આરોપીને પણ ઝડપી લઇ તમામને જેલ હવાલે કરી દીધા હતા.


તલાટીની પરીક્ષા અંગે થઈ મોટી હલચલ, પરીક્ષા કેન્દ્ર અંગે થઈ આ ચર્ચા


ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવા, ડ્રાઈવિંગ અને છૂટક મજૂરી કરતા પાંચેય શખ્સો પૈકી. મુખ્યમંત્રી આવાસમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ભોલો ભરતભાઇ વાઘેલા અને ભાર્ગવ ઉર્ફ લાલો રમેશ ગોડીયા. તેમજ શહેરના વડવા વિસ્તારમાં રહેતા, કેતન કાનજી સોલંકી. એ કામધંધા થી કંટાળી ઝડપથી પૈસાદાર બનવા કોઈ કરોડપતિનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. તેમજ એક સગીર યુવાન અને મો ઘોઘા સર્કલ શ્રમજીવી અખાડા પાસે રહેતા આરોપી અભયસિંહ ઉર્ફ અભુ યોગેન્દ્રસિહ રાઠોડને પણ અપહરણના પ્લાનમાં સામેલ કરી શોધખોળ શરૂ કરી હતી, જેમાં બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ ઘોઘારી આ પાંચેયના ધ્યાને આવી જતા પ્રથમ બે ચાર દિવસ હિતેશભાઈના ઘર, ઓફિસ અને સાઈટ પર રેકી કરી અપહરણના પ્લાનને અમલમાં મૂક્યો હતો, પરંતુ તેમનો એ મનસૂબો મનમાં જ રહી ગયો, પોલીસે પાંચેયને ઝડપી લઈને જેલના સળિયા ગણતા કરી દીધા.