ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ  સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભીમજીભાઇને પણ કારમાંથી ઉતારી તેમની પાસેના હીરાના પડીકાનો થેલો તથા મોબાઇલ ફોર વ્હીલર ગાડીમાં જ મુકાવી બન્ને શખ્સો કાર લઇ નાસી છૂટયા હતા. આ અંગે ભીમજીભાઇએ લાલ કલરની કારના બે અજાણ્યા ચાલક સામે સોનગઢ પોલીસમાં રૂ.૪૨.૪૭ લાખના હિરાની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયાની સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


ભરૂચ: દિવા ગામ નજીક નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એકનો બચાવ


આ ફરિયાદના પગલે ભાવનગર જીલ્લાના પોલીસ દ્વારાL.C.B તથા S.O.G. અને સોનગઢ તથા ઉમરાળા પોલીસનીની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં પોલીસે લાઠીથી બનાવવાળી જગ્યા સુધીના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી એનાલીસીસ શરૂ કરેલ આરોપીઓ પાસે હોન્ડા સીટી કારની હોવાની હકિકત જાણવા મળી હતી.



પોલીસે બંન્ને આરોપીને ગણતરીના કલાકોમા જ ઝડપી લઇને પાસેથી ચીંટીંગમાં ગયેલ મુદ્દામાલના પોલીસ્ડ ડાયમંડ તથા હોન્ડા સીટી કાર કબ્જે કરી બંન્ને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આમ ભાવનગર પોલીસ ગણતરીની કલાકોમાં રૂપિયા અંદાજે રૂપિયા ૪૨.૫ લાખના ગયેલ હિરાના ગુન્હાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે.