ભરૂચ: દિવા ગામ નજીક નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એકનો બચાવ

શહેરના દિવા ગામ નજીક નર્મદામાં નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગરમી હોવાથી પાણીમાં નાહવા પડેલા ત્રણેય યુવાનો દિવા ગામના રહેવાસી છે. ત્રણેય યુવાનોને ડૂબતા જોઇ ગામલોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક યુવનને ગામ લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. 

ભરૂચ: દિવા ગામ નજીક નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એકનો બચાવ

ભરત ચુડાસમા/ભરૂચ: શહેરના દિવા ગામ નજીક નર્મદામાં નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગરમી હોવાથી પાણીમાં નાહવા પડેલા ત્રણેય યુવાનો દિવા ગામના રહેવાસી છે. ત્રણેય યુવાનોને ડૂબતા જોઇ ગામલોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક યુવનને ગામ લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. 

બચાવામાં આવેલા યુવાનની તબિયત નાજૂક હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે બાકીના અન્ય બે યુવાનોને ફાયરની ટીમ દ્વારા શોધવામાં આવી રહ્યા છે. ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યાની જાણ થતા નર્મદા નદીના કિનારે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

 

ગરમીથી રાહત મેળવવા માટે દિવા ગામ નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનોમાંથી એક યુવાને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે યુવાનોનો હજી સુધી કોઇ પણ પત્તો મળ્યો નથી. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા બંન્ને યુવાનોને શોધવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. નદીમાં તરવૈયાઓનો સહારો લઇને પણ યુવાનોને શોધવામાં આવી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news