ડમીકાંડમાં મોટો ખુલાસો! યુવરાજસિંહ જાડેજાના લાખોના વહીવટની ડાયરીએ ખોલ્યા તમામ રાઝ
Dummy Kand Update : યુવરાજસિંહના 1 કરોડના તોડકાંડમાં મોટાભાગની રકમ કરાઈ રિકવર... પોલીસે 88 લાખ 50 હજારથી વધુની રકમ વસૂલી... કાનભા અને શિવુભા પાસેથી મળી આવી મોટાભાગની રકમ...
Yuvrajsinh Jadeja : ડમીકાંડમાં યુવરાજ સિંહ સામે સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસને યુવરાજસિંહના રૂપિયાના વહીવટના પુરાવા મળ્યા છે. જેમાં લાખોના વ્યવહારની ડાયરી મળી આવી છે. યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં મિલકત ખરીદી હતી. પોલીસને મળેલી એક ડાયરીમાં વિગતો સામે આવી છે. જેમાં 13 લાખ રૂપિયા બિલ્ડરને આપ્યા હોવાનો ડાયરીમાં ઉલ્લેખ કરાયો છે. યુવરાજસિંહના પત્ની દેહગામની શાળામાં શિક્ષક છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાના સસરાના CCTV પણ સામે આવ્યા છે. જેઓ બેંકમાં મોટી રકમ જમા કરાવવા માટે પહોંચ્યા હોવાનું જોવા મળ્યું છે. ભાવનગરથી 6 લાખ રૂપિયાનું આંગડિયું કર્યું હતું. પોલીસે 6 લાખમાંથી 89000 ગઈકાલે રિકવર કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ 30 લાખ રૂપિયામાં આ મિલકત ખરીદી હતી. દહેગામમાં યુવરાજે ખરીદેલી સંપત્તિના પુરાવા મળ્યા છે, જેમાં 30 લાખની પ્રોપર્ટીના 1,47,000ની સ્ટેમ્પ ડ્યુટી કરાવી હતી.
યુવરાજસિંહના 1 કરોડના તોડકાંડમાં મોટા ભાગની રકમ પોલીસે રિકવર કરી લીધી છે. પોલીસે અત્યાર સુધી 88 લાખ 50 હજારથી વધુની રકમ રિકવર કરી લીધી છે. મોટા ભાગની રકમ કાનભા અને શિવુભા પાસેથી રિકવર કરવામાં આવી છે. અગાઉ 73 લાખ 50 હજાર જેવી રકમ રિકવર કરવામાં આવી હતી. 3 લાખ રૂપિયા યુવરાજે બાતમીદારને ચૂકવ્યા હતા. 5 લાખ રૂપિયા પોતાની ફર્મમાં યુવરાજે જમા કરાવ્યા હતા. 89 હજાર રૂપિયા સુખદેવ પાસેથી પોલીસે જમા લીધા હતા. 1 લાખ રૂપિયાની રકમ યુવરાજસિંહે અંગત માણસને આપી હતી.
સસરા હોય તો આવા, એક સેકન્ડનો વિચાર કર્યા વગર વહુને પોતાની કિડની દાન કરી
મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન, અરુણ ગાંધીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
યુવરાજસિંહ જાડેજા દ્વારા ડમી કાંડમાં 1 કરોડનો તોડ કરાયો હોવાના આક્ષેપ થયા હતા. આ રકમ અલગ અલગ જગ્યાએ ફાળવાઈ હતી. આમ અત્યાર સુધીમાં પોલીસે 1 કરોડ પૈકી મોટા ભાગની રકમની રિકવરી કરી લીધી છે. જ્યારે અમુક રકમ યુવરાજસિંહે પોતાના અંગત ખર્ચ પાછળ વાપરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તો ગાંધીનગરના દહેગામમાં ખરીદાયેલી પ્રોપર્ટીના પુરાવા પણ મળી ગયા છે. યુવરાજસિંહ જાડેજાએ 30 લાખમાં મિલકત ખરીદી હતી. જેમાં મકાન ખરીદીના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. 30 લાખની પ્રોપર્ટીના 1,47,000 સ્ટેમ્પ ડયુટી કરાવી હોવાના પુરાવા પોલીસને તપાસમાં મળ્યા છે. જે પૈકી 6 લાખ મિત્રના નામે અંગડિયામાં મોકલ્યા હતા. યુવરાજસિંહના સસરા બેંકમાં મસમોટી રકમ જમા કરવતા હોવાના પણ પુરાવા મળ્યા છે. રૂપિયા જમા કરાવતા હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે.
ગુજરાતમાં વિદેશ જેવો પ્રોજેક્ટ, હવે અકસ્માત બાદ વાહનો ખીણમાં નીચે નહિ પડે