મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન, અરુણ ગાંધીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Mahatma Gandhi’s grandson Arun Gandhi passes away : ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધીનું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન... આજે અંતિમ સંસ્કાર કરાશે

મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન, અરુણ ગાંધીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Arun Gandhi Death : મહાત્મા ગાંધીજીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 2, 2023

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. પરિવાર તરફથી જણાવાયું કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા. અરુણ ગાંધીના દીકરા તુષાર ગાંધીએ જણાવ્યું કે, લેખક તેમજ સામાજિક-રાજકીય કાર્યકર્તા અરુણ ગાંધીના અંતિમ સંસ્કારા આજે કોલ્હાપુરમાં કરવામા આવશે. અરુણ ગાંધીએ એ સુશીલા અને મણિલાલ ગાંધીના દીકરા હતા. અરુણ ગાંધીના પરિવારમાં તેમના દીકરા તુષારા, દીકરી અર્ચના, ચાર પૌત્ર અને પાંચ પ્રપૌત્ર છે. 

અરુણ ગાંધી પોતાને પીસ ફાર્મર ગણાવતા હતા. તેઓેએ અનેક પુસ્તકો લખ્યા છે. અરુણ ગાંધીનો જન્મ ડરબનમાં 14 એપ્રિલ, 1934 ના રોજ થયો હતો. દાદાના પદચિહ્નો પર ચાલતા ચાલતા તેઓ એક સામાજિક કાર્યકર બન્યા હતા. તેઓ વ્યવસાયે પત્રકાર પણ હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news