નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના દિહોર ગામના ખેડૂતનો 4 વિધાનો ટામેટાનો પાક બગડી ગયો છે. વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારના કારણે ટામેટાના પાકને વ્યાપક અસર થઈ છે. ટામેટાનો પાક બગડી જતાં ખેડૂતને 1.5 લાખનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સી પ્લેનની રાહ જોઈને બેસ્યા છો તો સરકારે આપેલો આ ફાઈનલ જવાબ જાણી લેજો


ચોમાસા બાદ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને કારણે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ અને ક્યાંક કરા સાથે થઈ રહેલા વરસાદે ખેડૂતોના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના ખેડૂત યોગરાજસિંહ ગોહીલ પોતાની 4 વિઘાની વાડીમાં ગાય આધારિત ખેતી પધ્ધતિ અપનાવી ટામેટાની ખેતી કરી રહ્યા છે. સાથે મલચીંગ પદ્ધતિ અપનાવવાથી ઓછા પાણીથી ખેતી કરવાનું તેઓએ શક્ય બનાવ્યું છે.


દ્રાક્ષની ખેતીનો ગુજરાતમા ડંકો વાગ્યો,કિસાન ધારે તો સોનું પણ ઉગાડવાની ધરાવે છે તાકાત


ટામેટાની ખેતી એ રોકડીયો પાક ગણાય છે, જેમાં તેઓને પ્રથમ સારું ઉત્પાદન અને ઉપાર્જન મળી રહ્યુ હતુ, અને જેના કારણે તેઓને એક વિધે 1 લાખ જેવી આવક થઈ રહી હતી. પરંતુ શિયાળા બાદ વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારના કારણે તેઓના ટામેટાના પાકને ખૂબ માઠી અસર પહોંચી છે. વારંવાર થઈ રહેલા માવઠા અને ભેજ વાળા વાતાવરણના કારણે ટામેટાનો પાક સુકાઈ રહ્યો છે. તેમજ તેમાં આવેલો આશરે દોઢ લાખનો ટામેટાંનો પાક બરબાદ થઈ ગયો છે. જેના કારણે તેઓને વિધે 40 થી 50 હજારનું નુકશાન થઇ રહ્યુ છે. 


મેખલા સાડી પર પ્રતિબંધ મુકાતાં વેપારીઓ કોઠીમાં પુરાયા, અંદાજે 1000 કરોડનું નુકસાન


માવઠાથી થયેલા નુકશાનમાં ખેડૂતોને સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારના આદેશને જાણે કે ઘોળીને પી ગયા હોય તેમ એકપણ કર્મચારી કે અધિકારીઓ નુકશાનના સર્વે માટે ફરક્યા સુદ્ધાં નથી, ત્યારે માવઠાને કારણે થયેલા નુકશાનનો સર્વે કરાવી સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે. 


ઓહ બાપ રે! ગુજરાતની આ પાલિકામાં 40 ઈ-રીક્ષાઓ ભંગારમાં ફેરવાઈ, પ્રજાના પૈસાનો વેડફાટ