દ્રાક્ષની ખેતીનો ગુજરાતમાં ડંકો વાગ્યો, હવે કિસાન ધારે તો સોનું પણ ઉગાડવાની ધરાવે છે તાકાત

દ્રાક્ષની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક પંથકમાં થાય છે. ત્યારે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક, સોલાપુર, સાંગલી, પીપળગાવ, ખેડગાવ, ભંડરપુર સહિત સેન્ટરોમાંથી દ્રાક્ષની આવક થાય છે. જેમને લઈને યાર્ડ મીઠી મધુર દ્રાક્ષનું પીઠું બનવા પામ્યું છે.

દ્રાક્ષની ખેતીનો ગુજરાતમાં ડંકો વાગ્યો, હવે કિસાન ધારે તો સોનું પણ ઉગાડવાની ધરાવે છે તાકાત

ઝી બ્યૂરો/ગોંડલ: ભલે ગોંડલ પંથકમાં ખેડૂતો દ્રાક્ષનું વાવેતર કરતા નથી તેમ છતા ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર દ્રાક્ષની અઢળક આવક જોવા મળીને છે.

ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં રોજીંદી 7થી 8 ટ્રક દ્રાક્ષની આવક જોવા મળી છે.દ્રાક્ષની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક પંથકમાં થાય છે. ત્યારે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક, સોલાપુર, સાંગલી, પીપળગાવ, ખેડગાવ, ભંડરપુર સહિત સેન્ટરોમાંથી દ્રાક્ષની આવક થાય છે. જેમને લઈને યાર્ડ મીઠી મધુર દ્રાક્ષનું પીઠું બનવા પામ્યું છે.

ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં હરાજીમાં દ્રાક્ષના દસ કિલોના ભાવ રૂપિયા 400 થી લઈને 800 સુધીના બોલાઈ રહ્યા છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોમાં દ્રાક્ષની સપ્લાય કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news