ભાવનગર: આજે વહેલી સવારથી પણ ગુજરાત (Gujarat) ના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય (Gujarat) માં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભાવનગરના ગારિયાધરમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભાવનગર (Bhavnagar) જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ ખાબકતાં સ્થાનિક નદીઓમાં પૂર (Flood) ની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ભાગનગર જિલ્લામાં પ્રથમ વરસાદે (Rain) જ એક દુખદ ઘટના સામે આવી છે.

Amreli જિલ્લામાં વરસાદથી સ્થાનિક નદીમાં પૂર, નદીના પ્રવાહમાં બાઇક તણાયું


પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર (Shihor) માં ચાલુ વરસાદે વરસાદે વોકળો ઓળંગી રહેલી માતા-પુત્રી પુરના પ્રવાહમાં તણાઇ ગયા હતા. જેથી સમયસૂચકતા વાપરીને સ્થાનિકોએ ભારે જહેમતથી મહિલાનો જીવ બચાવી લીધો હતો. પરંતુ મહિલાની દિકરીને બચાવી શક્યા ન હતા. જેથી સગીરા ડૂબી ગઇ હતી અને તેનું મોત નિપજ્યું હતું. 


માલધારી પરિવારની મહિલા અને તેની 8 વર્ષની દિકરી મોડી સાંજે ચાલુ વરસાદે કુંબરબાઇ નહેરના વોકળામાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક આવેલા પાણી પ્રવાહના લીધે માતા અને દિકરી બંને તણાયા હતા. માતા અને દિકરીને તણાતા જોઇને આસપાસથી લોકો તેમની મદદે દોડી આવ્યા હતા. 

સોખડા ગામે જમીન સંપાદન મામલે વિરોધ: કબજેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસકર્મી સહિત 9ને ઇજા


ભારે જહેમત બાદ જીવના જોખમે લોકો મહિલાનો જીવ બચાવવામાં સફળ રહ્યા પરંતુ કમનસીબે સગીરાને બચાવી શક્યા ન હતા. થોડીવાર શોધખોળ બાદ સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ શિહોર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સગીરાના મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube