સોખડા ગામે જમીન સંપાદન મામલે વિરોધ: કબજેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસકર્મી સહિત 9ને ઇજા

પાદરા (Padra) ના સોખડાખુદ (Sokhadakhud) ગામ પાસેથી પસાર થતો મુંબઈ એક્સપ્રેસ હાઇવે (Mumbai Express Highway) પર જમીનના કબજેદારોને વળતર મળ્યું ન હોવાના આક્ષેપો સાથે જમીન પર ચાલી રહેલા હાઇવેના કામમાં અડચણ ઉભી કરી હતી.

Updated By: Jun 17, 2021, 06:15 PM IST
સોખડા ગામે જમીન સંપાદન મામલે વિરોધ:  કબજેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસકર્મી સહિત 9ને ઇજા

મિતેશ માળી, પાદરા: પાદરા (Padra) નામ સોખડાખુદ ગામ પાસેથી પસાર થતા મુંબઈ એક્સપ્રેસ હાઈવે (Mumbai Express Highway) પર જમીન કબજેદારોને વળતર મળ્યું ન હોવાના આક્ષેપ સાથે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જેમાં 2 PSI સહિત 6 ને સામાન્ય ઇજાઓ થઈ હતી. તો આ તરફ જમીનદારમાંથી પણ 3 ને ઇજાઓ થવા પામી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાદરા (Padra) ના સોખડાખુદ (Sokhadakhud) ગામ પાસેથી પસાર થતો મુંબઈ એક્સપ્રેસ હાઇવે (Mumbai Express Highway) પર જમીનના કબજેદારોને વળતર મળ્યું ન હોવાના આક્ષેપો સાથે જમીન પર ચાલી રહેલા હાઇવેના કામમાં અડચણ ઉભી કરી હતી.
No description available.
ત્યારબાદ વિરોધ પ્રદર્શન સાથે JCB સામે બેસી જતા પોલીસ (Police) સાથે ઘર્ષણ થતા PSI સહિત 6 પોલીસકર્મીઓ અને 3 ખેડૂતોને ઇજાઓ થવા પામી હતી. એક્સપ્રેસ હાઈવે (Express Highway) ની ચાલતી કામગીરીને અટકાવવાના પ્રયાસો કરી જેસીબીની આગળ બેસી જઈ વળતર નહી મળ્યું હોવાના આક્ષેપો કરતા ભારે હોબાળો મચાવ્યો હતો.

CBSE બોર્ડે ધોરણ 12ની માર્કશીટ અંગે ફોર્મ્યુલા કરી જાહેર, શું ગુજરાત બોર્ડ સ્વિકારશે?
No description available.
સમગ્ર ઘટનાને પગલે પાદરા પોલીસ (Police) ને જાણ કરવામાં આવતા પોલીસનો મોટો કાફલો સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં વિરોધ (Protest) કરતાં કબજેદારો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં ઘર્ષણમાં કબજેદારો એ ચાલુ કામ માં જેસીબી ની આગળ બેસી જઈ ભારે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આ ઘર્ષણમાં પોલીસના જવાનો સહિત 2 PSI મળી કુલ 6 ને  સામાન્ય ઈજાઓ થઈ હતી. સાથે સાથે કબજેદારોમાંથી પણ ત્રણથી ચાર લોકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. પાદરાના બે પીએસઆઇ સહિત પોલીસ કોન્સ્ટેબલોને ઇજાઓ થતાં મામલો બિચક્યો હતો.
No description available.
Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ
 
સમગ્ર મામલે કબજેદારોના વિરોધ વચ્ચે પોલીસે તમામ કબજેદારોની અટકાયત કરી હતી. પાદરા પોલીસ સ્ટેશન (Police Station) ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસના જણાવ્યા અનુસાર તેઓ ના 6 પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. 

જ્યારે ખેડૂતો (Farmer) એ આક્ષેપ કર્યા છે કે જમીનનું વળતર નહીં મળ્યું હોવાના કારણે તેઓ વિરોધ કર્યો છે. પોલીસે (Police) સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube