Bhavnagar માં અંધશ્રદ્ધાનો ગજબનો કિસ્સો: બે તલવાર લઈને રમતો ભુવો લોહીલુહાણ થયો, Video વાયરલ
ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મામા દેવના માંડવામાં 21મી સદીમાં અંધશ્રદ્ધામાં રાચતા એક ભુવાએ બે તલવાર લઈને રમતા પેટના નીચેના ભાગે તલવાર વાગી ગઈ હતી.
નવનીત દલવાડી/ભાવનગર: અંધશ્રદ્ધાની આડમાં લોકો એટલા ઓત પ્રોત થઇ જાય છે, કે તે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રહેતો નથી. અને અંધશ્રદ્ધામાં અનેક અજીબો ગરીબ ઉપાયો ભૂવાઓ કરતા હોય છે. આપણા દેશના કોઈને કોઈ ખૂણા માંથી અંધશ્રદ્ધાના બનાવો સામે આવતા જ રહે છે. અને હાલમાં ગુજરાતના ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી છે, 21મી સદીમાં અંધશ્રદ્ધાના ભોગે ભૂવાને હોસ્પિટલમાં પહોંચવાનો વારો આવ્યો છે. આ કહાની વિષે જાણીને તમે ચકિત થઈ જશો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મામા દેવના માંડવામાં 21મી સદીમાં અંધશ્રદ્ધામાં રાચતા એક ભુવાએ બે તલવાર લઈને રમતા પેટના નીચેના ભાગે તલવાર વાગી ગઈ હતી. ભૂવાને તલવાર વાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માંડવા દરમિયાન ભુવાએ તલવાર લઈ પેટના ભાગે રાખી હતી, તેવામાં વધારે દબાણ કરતા તલવાર પેટના નીચેના ભાગે ઘુસી ગઈ હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube