નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓના ઇલેક્ટ્રિક યો બાઇકની ચોરી થતી હોવાની અનેક અરજીઓ પોલીસ દફતરે આવી હતી. ખાનગી શાળાઓ નજીક પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઈકની ચોરી થતી હોવાની ફરિયાદને લઈને ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં બાબાનો હુંકાર, ભારત હિંદુ રાષ્ટ્ર છે તો પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશુ


ખાનગી શાળાએ બાળકોને મૂકવા આવતી મહિલાઓ અને શાળામાં અભ્યાસ માટે ઇલે. બાઇક લઇને આવતી યુવતીઓ દ્વારા શાળા નજીક પાર્ક કરેલી ઇલે. બાઇકને તસ્કર ઉઠાવી લેતો હતો. જેમાં ફરિયાદ બાદ જે તે વિસ્તારના સીસીટીવી ના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. 


વ્યાજખોરોએ હદ વટાવી! વ્યાજના નામે વેપારીની લેમ્બોરગીની, મર્સિડીઝ અને ફોર્ચ્યુનર કાર.


જે દરમ્યાન ઘોઘારોડ પોલીસ શહેરના મોખડાજી સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા કુકડા કેન્દ્ર પાસેથી એક શખ્સને ઇલેક્ટ્રીક બાઇક સાથે ઘોઘારોડ પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસે રહેલ ઇલે. બાઇક ના કોઈ બિલ કે કાગળો નહિ મળતા પોલીસે તેની અટકાયત કરી હતી. જેમાં તેની પૂછપરછ દરમ્યાન તેણે જુદી જુદી જગ્યાઓ પરથી ઇલે. બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલ કુકડા કેન્દ્ર નજીક આવેલા અલબદર ફ્લેટના પાર્કીંગમાં રાખેલ આઠ જેટલા રૂ. 1,60,000 લાખની કિંમતના ઇલેક્ટ્રીક બાઇક કબજે લીધા હતા.


અમદાવાદમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! અનેક વિસ્તારોમા કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી


વધુ પૂછપરછ કરતાં ફિરોઝ અબ્દુલકાદર ખોખર નામનો આ શખ્સ પોતે શિક્ષક તરીકે ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. બાઇક ચોરાવા તેણે આપેલું કારણ પણ ચોંકાવનારું હતું. જેમાં તેનો પુત્ર 12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને ભણાવવા માટે અને ફી ભરવા માટે રૂપિયાની જરૂર હોય જેને પહોંચી વળવા માટે ઇલેક્ટ્રીક બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ તો પોલીસે ફિરોઝ અબ્દુલકાદરભાઇ ખોખરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.    


દારૂના નશામાં વિચિત્ર હરકત કરી ચૂક્યા છે આ ખેલાડીઓ, કોઇએ પેશાબ તો કોઇએ કરી મારઝૂડ!