Gujarat Weather Update: અમદાવાદમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી
Gujarat Weather Update: રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં જોવા મળ્યો પલ્ટો છે. સાંજે 6.30 થી આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણાના વાતાવરણમાં પલ્ટો આવી શકે છે.
Trending Photos
Gujarat Weather 2023: ઝી બ્યુરો/અમદાવાદ, અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના ચાંદખેડા, સાબરમતી, પ્રહલાદ નગર, એસજી હાઈવે સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મહત્વપૂર્ણ કહી શકાય એમ ગુજરાત ટાઈટન અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે મેચ રમાવાની છે અને જે ટીમ વિજેતા થશે તે રવિવારે ચેન્નાઈ સુપર કિંગની સામે રહેશે. હાલ અમદાવાદના આઈપીએલ રસિકો ચિંતામાં પેઠા છે.
આગામી 3 કલાક હવામાન વિભાગની આગાહી
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં જોવા મળ્યો પલ્ટો છે. સાંજે 6.30 થી આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણાના વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવી શકે છે, પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાકની રહી શકે છે. હાલ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છુટો છવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ#Ahmedabad #Gujarat #WeatherUpdate #Live pic.twitter.com/Foc9vgLCzo
— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2023
અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.
ગુજરાતના આ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાછું ખેંચાતા ગુજરાતમાં 28 મેથી કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બે દિવસમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ગુરુવારે તે વધીને 43.4 ડિગ્રી થયું હતું. બપોરના સમયે તીવ્ર સૂર્યપ્રકાશથી પરેશાન લોકો તેમના ઘર અને ઓફિસની અંદર જ રહ્યા હતા.
રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાયનલ યોજાવાની છે. આ મેચની ટિકિટ માટે અહીં પડાપડી થઈ રહી છે. ગુજરાતમાં ફાયનલની ટિકિટ માટે બ્લેકમાં ભાવ છતાં લોકોને ટિકિટ મળી રહી નથી. આજે ગુજરાત અને મુંબઈમાંથી વિજેતા ટીમ રવિવારે ચેન્નાઈ સામે ફાયનલ રહેશે. ધોનીની આ છેલ્લી આઈપીએલ હોવાની ચર્ચાને કારણે ફાયનલમાં ધોનીને રમતો જોવા માટે લોકો પડાપડી રહ્યાં છે.
ગુજરાતના અમદાવાદમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન પાંચ દિવસ પછી 43 ડિગ્રી સેલ્સિયસને વટાવીને 43.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. તાપમાન સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધુ હતું. એટલું જ નહીં, અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર પણ રહ્યું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ 28.5 ડિગ્રી નોંધાયું હતું. IMDની આગાહી અનુસાર, શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. કારણ કે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી IPLની મેચ પર હવામાનની કોઈ અસર નહીં થાય. ગુરુવારે અમદાવાદ સૌથી ગરમ શહેર હતું, ત્યારબાદ ગાંધીનગર 42 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી, રાજકોટ અને વીવી નગર 40.7 ડિગ્રી અને ડીસા, અમરેલી અને ભાવનગર 40 ડિગ્રી પર હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે