આ જિલ્લામાં છેલ્લા 21 દિવસથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ! અનેક ધોધ થયા જીવંત, આહ્લાદક દૃશ્યો
ભાવનગર જિલ્લાના કોઈને કોઈ તાલુકા પંથકમાં વરસાદ ના થયો હોય. એ રીતે આજે પણ જિલ્લાના મહુવા, તળાજા, ઘોઘા, જેસર, ગારિયાધાર સહિતના તાલુકા પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી ગયો હતો.
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના અનેક તાલુકા પંથકમાં આજે પણ વરસાદ વરસ્યો હતો. ચોમાસાનો પ્રારંભ થયાના એક પણ દિવસ એવો નથી જતો જ્યારે ભાવનગર જિલ્લાના કોઈને કોઈ તાલુકા પંથકમાં વરસાદ ના થયો હોય. એ રીતે આજે પણ જિલ્લાના મહુવા, તળાજા, ઘોઘા, જેસર, ગારિયાધાર સહિતના તાલુકા પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી ગયો હતો.
ટામેટા સિવાય આ શાકભાજીઓ પણ મોંઘા થયા, જાણો માર્કેટિંગ યાર્ડનો શું છે આજનો ભાવ
ભાવનગર જિલ્લામાં છેલ્લા 21 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હવે વરાપ નીકળે એવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે જિલ્લાના તળાજા પંથકમાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયાં હતા. અવિરત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે વાવેતર કરેલા પાકને વ્યાપક નુકશાન થઇ રહ્યુ છે. વહેતા પાણીના કારણે ગાડા મારગ પર હાલ નદીઓ ની જેમ ખળખળાટ કરતા પાણી વહેતા જોવા મળી રહ્યા છે. પાક બળી જવાની ભિતીના પગલે ખેડૂતો હવે વરસાદને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે.
અત્યાર સુધીની સૌથી ઘાતકમાં ઘાતક આગાહી, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મેઘતાંડવની આગાહી
ધોધ થયા જીવંત
ભાવનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો, ડુંગરો પર હરિયાળી જોવા મળી રહી છે. એક તરફ વરાપ નીકળે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. તો બીજી બાજુ સતત વરસી રહેલા વરસથી રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. તેમજ રસ્તાઓના પાણી ઊંચાઈ થી નીચે પડવાના કારણે રમણીય ધોધ પડતો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
તમારો છોકરો વાંદરા જેવા લાગે છે.. એવુ કહેનાર મંગેતરથી કંટાળીને યુવકે આપઘાત કર્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે વરસાદે ફરી લોકોને ભીંજવ્યા હતા, જ્યારે ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય અને ડુંગરમાળાઓમાં ઝરણાઓ વહેતા થયા હતા, અનેક જગ્યાઓ પર વહેણ ના પાણી નદીઓ માં ઠલવાતા ધોધ પડતો હોય એવા આહ્લાદક દૃશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિપ્રેમીઓ તેનો ભરપૂર આનંદ માણી ખુશી અનુભવી રહ્યા છે.
આ છે દુનિયાની સૌથી મોંઘી નેલ પોલીશ, કિંમત જાણીને તમે પણ દંગ રહી જશો!