Bhavnagar News ભાવનગર : એક સમયે ગીરનું જંગલ એ સાવજોનું ઘર હતુ. પરંતુ ગીરના સિંહો હવે છેક ભાવનગર, દીવ સુધી પહોંચી ગયા છે. ત્યારે નવા વિસ્તારોમાં આવી ચઢેલા સિંહો માટે હવે લોકોએ જ પ્રયાસો શરૂ કર્યા છે. ગીરથી ભાવનગર સુધી વિસ્તરેલા સાવજો ને ઘર મળે એ માટે લોક ભાગીદારીથી પ્રયાસો હાથ ધરાયા છે. 409 ગામોમાં પાણીના પોઇન્ટ અને આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે. વહીવટી તંત્રની મંજૂરીથી પડતર જમીનોમાં વન તળાવ, ચેકડેમ અને ઘાસના મેદાનો બનાવવામાં આવશે.
જેના કારણે પાણીના તળ ઊંચા આવતા ખેત ઉત્પાદન વધશે અને ખેડૂતોને ફાયદો થશે. સાથે પાકનો નાશ કરતા જંગલી ભૂંડ અને નિલગાયના ત્રાસમાંથી પણ મુક્તિ મળશે. આ માટે વન વિભાગ દ્વારા લોક જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં સિંહોની વસ્તી વધી
સિંહોની વસ્તી સતત વધી રહી છે. ગીરના સિંહો હવે છેક ભાવનગર સુધી આવી ચઢ્યા છે. 2005માં થયેલી સિંહની વસ્તીગણતરી વખતે જ્યારે કુલ 359 સિંહમાંથી ભાવનગર જિલ્લામાં 14 નોંધાયા હતા. 10 સપ્ટેમ્બર 2009ના રોજ એકસાથે 14 સિંહ દેખાયા હતા. એ વખતે પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાઓમાં કુલ 25 સિંહનો વસવાટ હતો. ભાવનગરમાં સિંહોની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે. તેથી હવે ભાવનગરના સાવજોને સાચવવાની જરૂર પડી છે. 


પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકો


સિંહોને ઘર માટે પ્લાનિંગ
સિંહની વસ્તી વધ્યા બાદ તેમને યોગ્ય વાતાવરણ આપવાની પણ જરૂર છે. તેથી ભાવનગર સુધી પહોંચેલા સિંહોના રક્ષણ માટે વનવિભાગે શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ અંતર્ગત લોકભાગીદારી થકી પ્રયાસો શરૂ કરી દીધા છે. પીવાના પાણી અને રહેવા માટે આફ્રિકામાં હોય છે એવું ઘાસનું મેદાન મળી રહે એ માટે શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વની યોજના બનાવી છે, જે અભયારણ નહીં હોય પણ તેમાં વનવિભાગ સિંહોને પીવાના પાણી માટેના પોઇન્ટ. ઘાસની વીડી જેવું બનાવી શકશે. આ વિસ્તારો એવા હશે જ્યાં નાગરિકોના તમામ હક્ક જળવાઇ રહેશે, તેની ફરતે ફેન્સિંગ પણ નહીં હોય અને પશુપાલકો, ખેડૂતો, સામાન્ય લોકો ત્યાં બેરોકટોક અવરજવર કરી શકશે. આ રીતે અત્યાર સુધીમાં તો ઠવી ગામમાં 100થી વધુ તળાવો, ચેકડેમ તૈયાર કરી દીધાં છે.


ગુજરાતમાં ખાવાના તેલ સાથે થઈ રહ્યાં છે ચેડા, તેલના જૂના ડબ્બાઓમાં નવું પેકેજિંગ


આ અંગે નિવૃત્ત સીસીએફ દુષ્કૃત વસાવડા કહે છે કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ 4 પ્રકારના રક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે છે. અભયારણ, રાષ્ટ્રીય ઉદ્યાન, કન્ઝર્વેશન રિઝર્વ અને કોમ્યુનિટી રિઝર્વ. જેમાં કન્ઝર્વેશન રિઝર્વમાં લોકભાગીદારી થકી વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવતું હોય છે. જેમાં રેવન્યુ વિસ્તારના સરકારી/ પડતર ગૌચર વિસ્તારો કે જેમાં વન્યપ્રાણીનો વસવાટ અથવા તો અવર-જવર નોંધાયા હોય તેવા વિસ્તારોમાં ગ્રામ પંચાયત સાથે સહમતી સાધી ત્યારબાદ જે તે વિસ્તારને કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવતી હોય છે. આ માટેની દરખાસ્ત 2018માં મુકાઇ હતી. જોકે, હજી સુધી માત્ર 2 ગ્રામ પંચાયતોએ તેની મંજૂરી માટેના ઠરાવ અમને આપ્યા છે. ત્યાં જે વ્યવસ્થા ઊભી થઇ છે એનાથી ખેડૂતોને સીધો ફાયદો થયો છે.


ઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાન


લોકભાગીદારીનો પ્રયાસ
સિંહોને બચાવવા માટે લોકોનો સાથ પણ મેળવાશે ગામેગામે લોકોને સમજાવવામા આવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં 300 અને અમરેલી જિલ્લાનાં 109 ગામોને આવરી લેવાયા છે. આ ગામોમાં જે પડતર જમીન હોય એમાં કલેક્ટરની મંજૂરી મેળવીને જમીન હસ્તગત કરવાની હોય છે. અત્યારે વનવિભાગ ગામોમાં ફરીને તેના ફાયદા વિશે સમજાવી રહ્યો છે. જોકે, અત્યાર સુધીમાં ફક્ત 2 ગ્રામ પંચાયતોએ આ માટેની સહમતિના ઠરાવ કરીને મોકલ્યા છે.


ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલ