નવનીત દલવાડી/ભાવનગર : સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે છુટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતનાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા હતા. ઘઉથી માંડીને કેરી સુધીનાં અનેક પાકોને આ તોફાની વરસાદનાં કારણે ખુબ જ નુકસાન થાય તેવી ભીતી સેવવામાં આવી રહી છે. જ્યારે ભર ઉનાળે વરસાદ જોઇને નાગરિકોમાં ભારે કુતુહલની લાગણી જોવા મળી રહી છે. જો કે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: મ્યુનિ. કમિશ્નરે એકાએક હેપ્પી સ્ટ્રીટને નો વ્હિકલ ઝોન જાહેર કરતા વિવાદ
ભાવનગર જિલ્લાનાં અનેક ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. પરંતુ ભાવનગરનાં ખેડૂતોને આ કમોસમી વરસાદ 1 કરોડ રૂપિયામાં પડ્યો હતો. ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળી વેચવા માટે મોટા પ્રમાણમાં આવ્યા હતા. 16 હજારથી વધારે ડુંગળીની માર્કેટિંગ યાર્ડમાં આવક થઇ હતી. જે પૈકી 5 હજાર ગુણ વાહનમાં ભરીને વરસાદના આશંકાને પગલે પહેલા જ ગોડાઉનમાં લઇ જવાઇ હતી. જો કે બાકીની ગુણ કમોસમી વરસાદને કારણે પલળી જતા ખેડૂતોને 1 કરોડથી પણ વધારેનાં નુકસાનની આશંકા છે. ખેડૂતોની 10 હજારથી પણ વધારે ગુણ ડુંગળી પલળી ગઇ છે. જેની સરેરાશ કિંમત 1 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube