સ્પષ્ટ બહુમતી સાથે ભાવનગર મનપામાં ભાજપની જીત
- કોંગ્રેસનો ગઢ ગણાતા કરચલિયા વોર્ડમાં નવુ સીમાંકન થતા ભાજપની જીત થઈ
- વોર્ડ નંબર 11 માે એક ઉમેદવારને 28 હજાર મત મળતા ડખો થયો
ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતમાં મહાનગરપાલિકાનું પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે ભાવનગરમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત્યું છે. ભાવનગર મનપા ચૂંટણી મતગણતરીમા અત્યાર સુધીમાં 8 વોર્ડના પરિણામો જાહેર થયા છે. વોર્ડ નંબર 2, 4, 7, 8, 11 અને 12 પેનલ ભાજપના ફાળે ગઈ છે. અત્યાર સુધીમા કુલ 8 વોર્ડની 32 બેઠકો જાહેર થઈ છે. જેમાં ભાજપને 27 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે. ભાજપ બહુમતી સાથે આગળ છે.
ભાવનગર વોર્ડ નં 1 ના ભાજપના ઉમેદવાર કીર્તિબેન દાણીધરીયા તેમજ અન્ય બે જીતેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે વર્ષમાં બાકી રહેલા વિકાસના કામો તેઓ દ્વારા કરવામાં આવશે અને લોકોનો ચુકાદો અમને માન્ય છે. ગત ટર્મમાં ભાજપના એક માત્ર તેવો વિજેતા બન્યા હતા. પરંતુ આ વખતે લોકોએ તેમના વિકાસના કામો જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારને વિજેતા બનાવ્યા છે અને ત્યારે લોકોનો વિશ્વાસ હંમેશા જાળવી રાખશે.
આ પણ વાંચો : સુરતમાં AAP એ સપાટો બોલાવ્યો, 16 બેઠકોમાં કેજરીવાલનું ઝાડુ ફરી વળ્યું
ભાવનગરમાં વોર્ડ નંબર 4 ના કરચલિયા પરા વોર્ડમાં ચારેય ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે, જે તમામ કોળી જ્ઞાતિના ઉમેદવાર છે. આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, અહીં હંમેશા કોંગ્રેસની પેનલ વિજેતા બનતી હતી, પરંતુ નવા સીમાંકનના કારણે આ વખતે ભાજપ વિજેતા બન્યું. તો વોર્ડ 1 માં ભાજપને 3 અને કોંગ્રેસ 1 બેઠક મળી છે. વોર્ડ 4 , 7 અને 11 માં ભાજપની ચારેય પેનલ વિજેતા બીન છે.
તો વોર્ડ નંબર 11 માં ભાજપના એક ઉમેદવારને 28 હજાર જેટલા મત મળતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ આક્ષેપ મૂક્યો કે, કુલ મતદાન 30 હજાર થયું છે તો આટલા મત એક જ ઉમેદવારને કેવી રીતે મળ્યા.