સુરતમાં મજબૂત ગણાતા નેતાઓ હાર્યા, કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ આપ્યું રાજીનામું
Trending Photos
- સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન નોંધાયું હતું
- ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજ ખાતે મતગણતરી શરૂ
- મતગણતરીને પગલે આ બંને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ઝી મીડિયા/બ્યૂરો :આજે સવારે સુરત મનપાની ચૂંટણી (gujarat election) ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે મતદાન પેટીમાંથી બહાર આવશે. ત્યારે સુરત (surat) ના ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને એસવીએનઆઈટી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે. બંને મતગણતરી સેન્ટર પર બે તબક્કામાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. એસવીએનઆઈટી ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 29, 14, 27, 25, 1, 21, 10 અને 15 ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 30, 19, 28, 26, 9, 22, 11 અને 18ની મતગણતરી થશે. ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નંબર 23, 4, 6, 8, 16, 2 અને 13ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 24, 5, 7, 12, 17, 3 અને 20 ની મતગણતરી થશે.
આ પણ વાંચો : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભૂંડી રીતે હાર્યા
સુરત મહાનગરપાલિકાનું પરિણામ Live :
- ચૂંટણીમાં હાર સ્વીકારીને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ આપ્યું રાજીનામું. તેમણે પક્ષને રાજીનામુ મોકલ્યું.
- સુરતમાં બપોરે 4 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, ભાજપને 55 બેઠકો મળી છે. તો આપ પાર્ટીની 23 બેઠકો પર જીત થઈ છે. સુરતમાં સાંજ સુધી કોંગ્રેસ એક પણ ખાતુ ખોલાવી ન શકી. સુરતમાં વોર્ડ 19માં ભાજપનો વિજય થયો છે. વોર્ડ 22માં ભાજપની આખેઆખી પેનલ જીતી છે. તો વોર્ડ નંબર 5 માં AAPની પેનલનો વિજય થયો છે.
- સુરતમાં મજબૂત મનાતા ઉમેદવાર દિનેશ કાછડીયા, પપન તોગડીયા, અસલમ સાયકલવાલાની હાર થઈ છે. વોર્ડ નંબર 7માં મેજર અપસેટ સર્જાયો છે. ભાજપના મહામંત્રી પદેથી રાજીનામુ આપનાર લલિત વેંકરિયાની પણ હાર થઈ છે, જેથી ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 7 મા 2 બેઠક ભાજપને, તો 2 બેઠક આપને મળી છે. આમ, આપની બેઠક વધીને 23 થઈ
- બપોરે 2 વાગ્યા સુધી સુરતમાં ભાજપ 50 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. તો આપને 16 બેઠકો મળી છે. બીજી 2 બેઠકો પર આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. જોકે, આ વચ્ચે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર હજી સુધી ખાતુ ખોલાવી શક્યા નથી. બપોર સુધી માત્ર એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
- સુરતમાં આમ આદમી પાર્ટી જંગી જીત તરફ આગળ વધી રહી છે. 2 4 13 અને 16 આપની જીત થઈ છે.
- વોર્ડ નંબર 1, 6, 14, 21, 23 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ 10 માં ભાજપની પેનલનો વિજય
- સુરતમાં આમ આદમી પાર્ટીએ જીતનું ખાતુ ખોલાવ્યું છે. વોર્ડ નંબર 16માં ચારેય પેનલમાં આપના ઉમેદાવારોની જીત થઈ છે. તો સાથે જ વોર્ડ નંબર 4માં પણ આપની જીત થઈ છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આપ પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા. કોર કમિટી સભ્ય રામ ધડુકે સુરતના જનભાગીદારી સાથે મહાનગરપાલિકા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આપ પાર્ટીને 60 જેટલી બેઠકો મળવાની વાતો કરી
- સુરતમાં 18 સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પાસ વર્સિસ કોંગ્રેસની લડાઈનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે.
- સુરતમાં વોર્ડ ન 23 ભાજપની આખી પેનલની જીત થઈ.
-
એસ.યુ.એન.આઈ.ટી કોલેજ બહાર સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો. તમામ સમર્થકો પોતાના વોર્ડનો ઉમેદવાર આગળ ચાલતા ઉત્સાહ અને ગેલમાં જોવા મળ્યા. એસ.યુ.એન.આઈ.ટી સર્કલ પર સિંહની પ્રતિમા સુધી લોકોની ભીડ પહોંચી ગઈ છે. ચારેતરફથી કિકયારીઓની ગુંજ સાંભળવા મળી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતની 6 મહાનગરપાલિકાનું આજે પરિણામ, થોડીવારમાં શરૂ થશે મતગણતરી
મતગણતરી (vote counting) ને પગલે આ બંને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ખુદ પોલીસ કમિશનરે અજય કુમાર તોમરે મોડી રાત્રે બંને સ્થળોની મુલાકાત લીધી હતી. બીજી તરફ ચૂંટણી અધિકારીઓએ પણ કામગીરી શરૂ કરી. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્યારે બપોર પછી તમામ વોર્ડનું પિક્ચર ક્લિયર થઈ જશે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જંગી રેલી કરી હતી. ત્યારે હવે ભાજપ કેટલી બેઠક અંકે કરે છે, અને પાસના ભડાકા બાદ કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તેના પર સૌની નજર છે.
ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળ્યા હતા EVM અને બેલેટ પેપર
સુરતમાં ગઈકાલે બહુમાળી બિલ્ડિંગના A બ્લોકના ચોથા માળે EVM અને બેલેટ પેપર (Ballot Paper) બોક્ષ ચૂંટણી અધિકારીની (Election Officer) ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા કે, EVM મશીન અને બેલેટ પેપર બોક્સ સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ છે?
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા (surat municipal election) માં 45.51 ટકા મતદાન નોંધાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે