નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર શહેરના 15 જેટલા વિવિધ વિસ્તારોમાં ORS મિશ્રિત પાણીના પોઇન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા છે, હાલ તાપમાન 44 ડિગ્રી ને પાર જઈ રહ્યું છે, ત્યારે સુગર અને સોડિયમ મિશ્રિત પાણી પીવાથી લોકોને ગરમીથી રાહત મળે એ માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ભીષણ આગ: આગમાં બળીને ખાખ થયું TRP ગેમ ઝોન, 3ના મોત, અનેક લોકો ફસાયા


હાલ ઉનાળો તેની ચરમસીમાએ તપી રહ્યો છે, ભાવનગર શહેરમાં ગરમીનો પારો 44 ડીગ્રી પહોંચ્યો છે, જેમાં સૂર્યના પ્રકોપથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે, ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને ગરમી સામે રક્ષણ મળી રહે એ માટે શહેરના વિવિધ 15 જેટલા વિસ્તારમાં ORS વાળા પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 


ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..


ગરમીમાં બહાર નીકળતા લોકો હિટસ્ટ્રોકનો શિકાર ન બને તેમજ શરીરમાં સુગર અને સોડિયમની માત્રા જળવાય રહે તે ધ્યાને રાખી મનપા દ્વારા જાહેર સ્થળો પર પાણીમાં ORS નો પાવડર ભેળવી તૈયાર કરવામાં આવેલા ઠંડા પાણીના જગ લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.


તમારા ઘરે નવજાત બાળકો હોય તો સાવધાન! આ રીતે ગરમીએ 2 માસૂમનો ભોગ લીધો, પરિવારમાં માતમ 


હજુ આગામી 8 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહીના પગલે તંત્ર દ્વારા ઉભી કરાયેલ ORS મિશ્રિત પાણીની સુવિધાનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.