તમારા ઘરે નવજાત બાળકો હોય તો સાવધાન! આ રીતે ગરમીએ 2 માસૂમનો ભોગ લીધો, પરિવારમાં માતમ

Ahmedabad: અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે 2 માસૂમ બાળકોના મોત થયા છે. શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદમાં હિટસ્ટ્રોકના કારણે બે મોત નોંધાયા બાદ આજે ગરમીના કારણે બે નવજાત બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. 10 અને 13 દિવસના બે બાળકોના મોત થતા  પરિવારમાં શોકનો માહોલ છે.

તમારા ઘરે નવજાત બાળકો હોય તો સાવધાન! આ રીતે ગરમીએ 2 માસૂમનો ભોગ લીધો, પરિવારમાં માતમ

Ahmedabad News: ગુજરાતની ગરમી હાલ રેકોર્ડ તોડી રહી છે. ગુજરાતમાં ગરમીનો પારો હવે 45-46 ડિગ્રી જાણે સામાન્ય બની ગયો છે. કેમ કે છેલ્લા 8-10 દિવસથી અલગ અલગ શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યુ છે. બપોરના 11 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવું એટલે જાણે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. તો બીજી તરફ સૂર્ય દેવતા પણ આકાશમાંથી અગનગોળા વરસાવીને જાણે લોકોની અગ્નિપરીક્ષા લઈ રહ્યા છે. ગઈકાલે (શુક્રવાર) અમદાવાદમાં હિટસ્ટ્રોકના કારણે બે મોત નોંધાયા બાદ આજે ગરમીના કારણે બે નવજાત બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જી હા... 10 અને 13 દિવસના બે બાળકોના શારદાબેન હોસ્પિટલમાં મોત થતા  પરિવારમાં શોકનો માહોલ છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. 10 દિવસ અને 13 દિવસના બાળકોના મૃત્યુ થયા છે. સીટીએમ અને રામોલ વિસ્તારના 10 અને 13 દિવસના બે બાળકો શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર માટે લાવતા પહેલા બન્ને બાળકો ઘરે તેઓ સતત રડતા હતા. જે બાદ ગઇકાલે (શુક્રવાર) સવારે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘરે ગરમીની વધુ અસર થવાથી બાળકોના શરીરમાં સોડીયમનું પ્રમાણ વધી ગયાનું સારવાર દરમ્યાન માલૂમ પડ્યું હતું. સોડીયમનું પ્રમાણ વધી જતા બન્ને બાળકોની કિડની ફેઇલ થતા મોત થયાનું સત્તાવારણ કારણ સામે આવ્યું છે.

મહત્વનું છે કે બંને બાળક અમદાવાદના હોવાનો સુપ્રિન્ટેન્ડેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં ગરમીના કારણે મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news