Bhavnagar News : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતની ઘટના સતત વધી રહી છે. લોકોને હવે ચાલુ કાર્યક્રમોમાં હાર્ટએટેક આવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત થયું છે. માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઘડીભર તો લોકો સમજી શક્યા ન હતા કે ભુવાનું શું થયું છે. કારણ કે, તેઓ માતાજીના માંડવામા ધૂણી રહ્યા હતા, અને અચાનક જ ધૂણત ધૂણતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડવામાં ધૂણતા ભુવાનું મોત 
કુડા ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતું. જેમાં ગાયકો સ્ટેજ પર ભજનો લલકારી રહ્યા હતા, ને નીચે મકાભાઈ ગોહિલ નામના ભુવા ધૂણી રહ્યા હતા. માતાજીના રમેળ કાર્યક્રમમાં તેઓ નાચી રહ્યા હતા, ત્યારે અચાનક જ નીચે ઢળી પડ્યા હતા. તેઓ બેસવાની સ્થિતિમાં હતા, જેથી લોકો પણ પહેલા સમજી ન શક્યા. બાદમાં ખબર પડી કે, તેમનુ મોત નિપજ્યું છે. આમ, મકાભાઈ ગોહિલને ધૂણતા-ધૂણતા હાર્ટએટેક આવ્યો હતો. ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.


કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ


વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 


ક્યારે, કેમ અને કેવી રીતે કરવામાં આવે છે નર્મદા પરિક્રમા, આવું છે મહત્વ


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.