ભેગું કરો ઘરનું બધુ પ્લાસ્ટિક : ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક બેગના બદલે મળશે રૂપિયા
International Plastic Bag Free Day 2023 : પ્લાસ્ટિકમુક્ત મહુવા બનાવવા અનોખુ અભિયાન... નગરપાલિકા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝની સહિયારી ઝુંબેશ... પ્લાસ્ટિક વેસ્ટના બદલામાં આપવામાં આવે છે વળતર... 9 વોર્ડમાં કુલ 14 કલેક્શન સેન્ટર પરથી થાય છે પ્લાસ્ટિક જમા... પ્રતિ માસ 25થી 30 ટન પ્લાસ્ટિક વેસ્ટનું કરાય છે રિસાયકલિંગ... વિદ્યાર્થીઓ, આગેવાનો અને અન્ય સંગઠનો કરાયા જાગૃત.... એક કિલો વેસ્ટના બે રુપિયા,પ્લાસ્ટીક બોટલના એક કિલો વેસ્ટના 23 રુપિયા... દૂધ-છાશની થેલીના એક કિલો વેસ્ટના વળતરમાં 10 રુપિયા... પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારને પ્રોત્સાહન રુપે અપાય છે કાપડની થેલી
Bhavnagar News : આજે ૩ જૂલાઈ. આ દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. લોકોમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે જાગૃતિ ઉભી કરવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિવસના પરિણામે હવે સ્થાનિક સ્તરે જાગૃતિ ઉભી થઈ રહી છે. ભાવનગર જિલ્લાનું મહુવા શહેર તેનું ઉદાહરણ છે. આ શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા અનોખુ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.. અહીં લોકોને પ્લાસ્ટીકના તેના બદલામાં નાણાં અથવા ખાતરરૂપે વળતર આપવામાં આવી રહ્યું છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવામા માટે વિવિધ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવો જ એક સહિયારો પ્રયાસ થઈ રહ્યો છે. મહુવા નગરપાલિકામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોને કુલ 18 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી 'ક્લીન મહુવા' નું સપનું સાકાર કરવાની દિશામાં ડગ માંડ્યા છે.
Amreli : પૂરના પાણીમાં 3 સિંહ તણાયા, વીડિયો સામે આવતા થયો ખુલાસો
આ વિશે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલે જણાવ્યું કે, અમે સૌથી પહેલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન પર ફોકસ કર્યું, ત્યારબાદ નગરપાલિકા વિસ્તારમાં જેટલી જગ્યાએ કચરો વધુ ઠલવાતો હોય તેવા 14 જગ્યાઓ પર પિડિલાઇટના સહયોગથી પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરુ કરવામાં આવ્યાં છે. પ્લાસ્ટિકમુક્ત મહુવા ના લક્ષ્યને સિદ્ધ કરવા વિદ્યાર્થીઓ, આગેવાનો અને અન્ય સંગઠનોને પણ જોડવામાં આવ્યાં છે.
સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી
આ ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં સામાન્ય નાગરિકો તેમજ શ્રમજીવીઓ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવી વળતરરુપે રુપિયા અથવા ખાતર પણ મેળવી શકે છે. અહીં પ્લાસ્ટિકના કાગળ, બેગ, રેપરના એક કિલો વેસ્ટના વળતરમાં બે રુપિયા, દૂધ-છાશની થેલીના એક કિલો વેસ્ટના વળતરમાં 10 રુપિયા, બિસ્લેરી બોટલના એક કિલો વેસ્ટના વળતરમાં 23 રુપિયા ચુકવવામાં આવે છે. એટલું જ નહીં, અહિં નિયમિત રીતે પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારા લોકોને કાપડની થેલી સહિતની વસ્તુઓ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગુજરાતમાં વરસાદે ક્યાં વિરામ લીધો અને ક્યા ત્રાટકશે, હવામાન વિભાગની આ છે નવી આગાહી
'ક્લીન મહુવા' પ્રોજેક્ટના હેડ યોગેશ મહેતા જણાવે છે કે, શહેરમાંથી પ્લાસ્ટિક લેવા માટે અમે 125 ઈવેન્ટ બનાવી અંદાજે 18 હજારથી વધુ લોકોને અભિયાન દ્વારા જોડી લોકોને જાગૃત કર્યા છે.
આમ, ભાવનગર જિલ્લાની આ નાની નગરપાલિકાએ પ્લાસ્ટિક પ્રદુષણ સામેની ઝુંબેશ શરુ કરી અન્ય સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP સામે મોરચો માંડ્યો, જેલ ભરો આંદોલનની આપી ચીમકી