Guru Purnima : સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનુ પૂજન કરીને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. દાદાને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સુવર્ણ આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભેક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. 

1/10
image

ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનુ પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે. ભક્તોએ પોતાના ગુરુનું પૂજન કરી તેમજ આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ એવા હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

2/10
image

આજે ગુરુ પૂર્ણિમા દિવસે ભકતોમાં પણ અનેરો આનંદ જોવા મળે છે, તો મંદિર દ્વારા આજે હનુમાનજી દાદાને સુવર્ણ વસ્ત્રો પહેરાવાયા છે.   

3/10
image

મંદિરે આવતા તમામ ભકતો માટે મંદિર દ્વારા ભોજન, રહેવા સહિતની સુંદર વ્યવસથા કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા ને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે.

4/10
image

આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ હનુમાનજી દાદા છે. ત્યારે દાદાએ જેમ ભગવાનની પ્રાપ્તિ કરી તેમ સૌ ભક્તોને ભગવાનની પ્રાપ્તિ થાય તેવી દાદાના ચરણોમાં પાર્થના તેમ સાળગપુર હનુમાનજી મંદિરના કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીએ સ્વામીએ જણાવ્યું હતું

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image