સરકારી ભરતી પ્રકિયામાં ગેરરીતિ મુદ્દે ચોંકાવનારા સમાચાર, 36 `મુન્નાભાઈ` સામે નોંધાઈ ફરિયાદ
સરકારી ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારોના કેસમાં ભાવનગર પોલીસે 36 મુન્નાભાઈ સામે ફરિયાદ નોંધી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભરતી બોર્ડને ચાર ઉમેદવારોનાં નામ સાથે જાણકારી આપી હતી.
ઝી બ્યુરો/ભાવનગર: આજના સમયે દરેક લોકોએ ઝડપથી પૈસા કમાઈ લેવા છે અને આવું જ ભાવનગરના કેટલાક યુવાનોએ વિચાર્યું. અમુક યુવાનો ઝડપથી પૈસા કમાવાની લાલચે આડા રવાડે ચડી જતા હોય છે. ભાવનગર શહેરના કેટલાક આવા જ બેરોજગાર યુવાનોને ઝડપથી લખપતિ બની જવાના સપના ભારે પડી ગયા અને અંતે જેલની હવા ખાવાનો વારો આવ્યો. સરકારી ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારોના કેસમાં ભાવનગર પોલીસે 36 મુન્નાભાઈ સામે ફરિયાદ નોંધી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભરતી બોર્ડને ચાર ઉમેદવારોનાં નામ સાથે જાણકારી આપી હતી.
BREAKING: અ'વાદ-ભાવનગરના શોર્ટ રૂટ બંધ કરવાનું જાહેરનામું રદ,શક્તિસિંહનો ગજ વાગ્યો!
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરકારી ભરતી પ્રકિયામાં ગેરરીતિ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ડમી ઉમેદવારોનો પર્દાફાશ થયો છે. તેમાં 36 લોકો સામે ભાવનગરમાં ફરિયાદ નોંધાઈ છે. 2012થી 2023 સુધી કૌભાંડ ચલાવતા હતા. તથા 11 વર્ષથી ડમી ઉમેદવારનું કૌભાંડ ચલતુ હતુ. 2012 થી 2023 સુધી સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની પરીક્ષાઓમાં ઉમેદવારની હોલ ટિકિટ તથા આધારકાર્ડ ઉપરના ફોટા સાથે ચેડા કરી ડમી ઉમેદવાર બેસાડવા સહિતની બાબતે 36 આરોપીઓ વિરુદ્ધ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ બી.એચ. શીંગરખીયાએ ફરીયાદ નોંધાવી છે.
ગુજરાતમાં કોરોના ખતરાની ઘંટડી વાગી! આજે સૌથી વધુ નોંધાયા અમદાવાદમાં કેસ, એકનું મોત
મહત્વનું છે કે, સરકારી ભરતી પ્રકિયામાં ગેરરીતિ મુદ્દે 11 વર્ષથી ડમી ઉમેદવારનું કૌભાંડ ચલાવતા શરદકુમાર ભાનુશંકર પનોત, પ્રકાશ કુમાર ઉર્ફે પીકે કરસન દવે, બળદેવ રમેશભાઈ રાઠોડ, મિલન ઘુઘાભાઈ બારૈયા, પ્રદિપકુમાર નંદલાલ બારૈયા, કવિત એન રાવ, ભાવેશ રમેશભાઈ જેઠવા, રાજપરા દિહોર તથા રાજ ગીગાભાઈ ભાલીયાના નામ સામે આવ્યા છે. જેમાં 36 લોકો સામે ભાવનગરમાં ફરિયાદ નોંધાઈ છે.
MMS બાદ ફરી અંજલિ અરોરાનો વધુ એક બેડરૂમ વીડિયો થયો વાયરલ, જોઈને છૂટી જશે પરસેવો