મૌલિક ધામેચા/ભાવનગર:  તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ બાદ હાલ રાજ્યમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ બનેલી છે. અનેક ખુલાસા અને ધડાકા થઈ કહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું કે ગઈકાલે અને આજે પણ મેં યુવરાજસિંહને પુછ્યું હતું કે કોઈ મોટા રાજકીય વ્યક્તિના નામ છે, જેમાં યુવરાજસિંહે મને રૂબરૂમાં ના પાડી છે કે, કોઈ રાજકીય નામ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, હાલ યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટ સામે આવતા મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં બિપીન ત્રિવેદીએ પીકે વિશે વાત કરી હતી. બિપિન ત્રિવેદી ની યુવરાજ સાથે વોટ્સ એપ ચેટ, જેમાં તા.31/03/2023 ના રોજ યુવરાજ વોટ્સ એપ કોલ જ કરવા કહે છે તથા તા.03/04/2023 ના રોજ બિપિન યુવરાજને ઘનશ્યામને મળતા જવા કહે છે. યુવરાજની પ્રેસના બીજા દિવસે છાપામાં ન્યુઝ આવતા તા.06/04/2023 ના રોજ બિપિન ત્રિવેદી યુવરાજને  વોટસએપમાં pk અને rkનું પૂછે છે, જેમાં યુવરાજ પોતે pk અને rkનું નામ નથી દીધું તેવું જણાવે છે.


ZEE 24 કલાકની ખબર પર ભાવનગર રેન્જ IGની મહોર
ભાવનગર રેન્જ IGએ ZEE 24 કલાકની ખબર પર મહોર લગાવીને જણાવ્યું હતું કે યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટ સામે આવી છે. યુવરાજ સિંહના તોડ કાંડ મામલે વધુ એક ખુલાસો થયા બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહની whatsapp ચેટ સામે આવી છે. વોટ્સએપ ચેટ મળ્યા હોવાની પોલીસની ખાતરી છે. બિપીન ત્રિવેદીએ યુવરાજને પીકેનુ નામ કેવી રીતે બહાર આવ્યુ તે અંગે પુછ્યુ હતુ. યુવરાજની પ્રેસના બીજા દિવસે જ પીકેનું નામ ન્યુઝ પેપરમાં છપાતા વાતચીત કરી હતી. 



યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટ
યુવરાજસિંહ તોડકાંડ મામલે ફરી એક મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટ સામે આવી છે. બિપિન ત્રિવેદીએ યુવરાજને PKનું નામ કેવી રીતે બહાર આવ્યું તે અંગે પૂછ્યું હતું. યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સના બીજા દિવસે જ PKનું નામ ન્યૂઝ પેપરમાં છપાતા વાતચીત કરી હતી. ZEE 24 કલાક આ ચેટની પુષ્ટિ કરતું નથી.