ભાવનગર: એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમી આધારે ઘોઘરોડ ચૌદનાળા વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં કાપડની થેલીમાં રાખી ગાંજાનું વેચાણ કરનાર મૂળ ઘોઘા તાલુકાના રતનપર ગામના રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસ.ઓ.જી પોલીસને ઘોઘા રોડ, ચૌદનાળા પાસે રોડની જમણી બાજુમાં આવેલી કલ્યાણજી દાદાની દેરીના ઓટલાના ઉપર બેસી એક ઈસમ તેની પાસેની થેલીમાં ગાંજો રાખી ગાંજાનું વેચાણ કરે છે એવી બાતમી મળી હતી, જેથી બાતમી મળતા એસ.ઓ.જી પોલીસે બાતમી વાળા સ્થળ પર રેઇડ કરતા ઘોઘા તાલુકાના રતનપર ગામનો રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા મળી આવ્યો હતો, ઝડપાયેલ શખ્સની તલાસી લેતા તેના કબ્જા માંથી રૂપિયા ૧૧,૨૦૦ ની કિંમતનો ૧ કિલો ૧૨૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.


એસ.ઓ.જી એ ગાંજા નો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૧,૭૦૦ નો મુદ્દામાલ સાથે રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા ને ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ વિનુભા ગોહિલે NDPS એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યા હતો.


આ રેઇડ દરમ્યાન ભાવનગર F.S.L. અધિકારી આર.સી.પંડયા, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા, એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા,  વિજયસિહ ગોહિલ, જગદિશભાઇ મારૂ, ઓમદેવસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પો.કોન્સ. પાર્થભાઇ પટેલ, હારિતસિંહ ચૌહાણ, મનદીપસિંહ ગોહિલ તથા દિલીપભાઇ ખાચર, વિશ્વજીતસિંહ ઝાલા તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ તથા ભોજાભાઇ બરબસીયા સહિતના જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube