ભાવનગર : કોરોનાનો ભય એટલી હદે લોકોમાં મગજ પર છવાઇ ગયો છે કે માનવતા પણ મરી પરવારી હોય તેવું લાગે છે. અંતિમ વિધિ માટે આવેલી મહિલાને 3 કલાક સુધી રઝળ્યો હતો. આખરે બીજા સ્મશાનગૃહમાં લઇ જઇને અંતિમ વિધિ કરવી પડી હતી. ભાવનગરનાં રહેવાસી શાંતાબેન મલાણીનું ગઇ કાલે મોત નિપજ્યું હતું. જેથી અંતિમવિધિ માટે મૃતદેહને ભાવનગરના સિંધુનગર સ્મશાનગૃહ ખાતે લઇ જવાયો હતો. જો કે સ્થાનિકોએ વિરોધ કરીને સિંધુનગર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર થવા દીધા નહોતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1136 દર્દી, 875 લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા

ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર ભાવનગરમાં રહેતા શાંતાબેન મલાણીનું મોત થયું હતું. અંતિમવિધિ માટે એમ્બ્યુલન્સમાં મૃતદેહને લઇને સિંધુનગર સ્મશાનગૃહમાં ખાતે પહોંચ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ જોઇને કોરોનાથી મોત થયું હોવાનું માની લીધું હતું. જેના પગલે વિરોધ કર્યો હતો. 


સુરત: મહિલા વકીલે ફાંસો ખાઇને આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ થયો

3 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો હતો. પણ સ્થાનિકો માન્યા નહોતા. આખરે સ્થાનિકો નહી માનતા કુંભારવાડા ખાતે આવેલા સ્મશાનગૃહમાં જઇને મોડી રાત્રે અંતિમ વિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે લોકો ખુબ જ ગભરાઇ રહ્યા છે. જેથી અંતિમક્રિયામાં પણ ખુબ જ સમસ્યા થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર