ભાવનગર: મોરારી બાપૂની 866મી રામકથા ભારતના પાડોશી દેશ નેપાળમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તપ, સાધના અને પ્રાર્થનાના પર્વ નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથા નેપાળમાં શ્રી ભગવાન મુક્તિનાથ નારાયણના સ્વરૂપ આદિ શાલિગ્રામ સ્વરૂપના પાવન તીર્થ મુક્તિનાથની મોક્ષધરામાં યોજાવા જોઇ રહી છે. મુક્તિનાથ ધામ હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરો પૈકીનું એક છે. તે નેપાળના મસ્તાંગ જિલ્લાના થોરાંગ લા પહાડો વચ્ચે આવેલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં કોરોના મહામારીની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખતાં તથા તેના સંબંધિત નિયમો અને દિશા-નિર્દેશોનું સખ્તાઇથી પાલન કરતાં કોઇપણ શ્રોતા વગર પૂજ્ય બાપૂની કથા યોજાશે. તારીખ 7 ઓક્ટોબરે સાંજે 4થી6 તથા 8થી 15 ઓક્ટોબર દરમિયાન સવારે 10.00થી બપોરે 1.30 સુધી કથા યોજાશે. શ્રોતાઓ દૂરથી પણ કથામાં સામેલ થઇ શકે તે માટે નેપાળથી તેનું સીધું પ્રસારણ તલગાજરડા યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube