નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં કોરોના (Coronavirus) ના કારણે ગઈકાલે તારીખ 26 માર્ચના રોજ કોરોના વાયરસને કારણે એક વૃદ્ધનું મોત મૃત્યુ થયું હતું. આ વૃદ્ધની સાથે એક પોલીસ જવાનનો સંપર્ક થયો હતો. અને એ પોલીસ જવાન વૃદ્ધને મળ્યા બાદ નોકરી પણ કરતા હતા. તેઓ નોકરી દરમિયાન ત્રણ મહિલા પોલીસ અને નવ પોલીસ જવાનોને મળ્યા હતા. આ તમામ 14 પોલીસ જવાનોને ભાવનગર (Bhavnagar) પોલીસે હોમ કોરન્ટાઇનમાં રાખવા તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આ અંગે સમર્થન આપ્યું છે. તેમજ અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે સાવચેતી રૂપે પગલા ભર્યાનું જણાવ્યું છે.


દુનિયામાં કોરોનાનો અંત ક્યારે આવશે તેનો દાવો કર્યો આ નોબલ વિજેતા વૈજ્ઞાનિકે, કહ્યું કે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે 26 માર્ચના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસની ચાલુ સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજ્યું હતું. આ દર્દીએ ભાવનગરથી દિલ્હી કામ અર્થે વિમાનમાં મુસાફરી કરી હતી. ત્યારે તેમની સાથે એક પોલીસ કર્મચારી પણ ફ્લાઈટમાં વળતા સમયે પરત ફર્યા હતા. આમ, તેઓ કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ભાવનગર આવીને પરત પોલીસની ડ્યુટી પર લાગી ગયા હતા. ત્યાર બાદ લોકડાઉનના બંદોબસ્તમાં ફરજ બજાવી હતી. તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓએ પણ ફરજ બજાવી હતી. તેથી ભાવનગર પોલીસ દ્વારા તમામ 14 લોકોને હોમ ક્વોરેન્ટાઈન પર મૂક્યા છે. આ તમામ કર્મચારીઓ ભાવનગરના જ છે. 


રાજકોટના તબીબે સમાજ સામે વ્યથા ઠાલવી, કોરોનામાં મેડિકલ સ્ટાફને શંકાની નજરે ન જુઓ


આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 44 કેસ પોઝિટિવ છે જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર