ભાવનગર પડવા જમીન સંપાદન મામલે ઘર્ષણ, ટીયર ગેસ છોડાયા
ભાવનગરની પડવા જમીન સંપાદન મામલો વધુ ગંભીર બન્યો છે. ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા છતાં પોલીસે લાઠીઓ વરસાવી તેથી હવે રોષે ભરાયેલા ખેડૂતોએ ભગતસિંહના માર્ગે લડત કરવાનું નક્કી કર્યું છે. પોલીસના લાઠીચાર્જમાં બાળકો અને મહિલાઓ પર પણ અત્યાચાર થતાં ખેડૂતો પોતાના આંદોલનનો માર્ગ બદલશે. મહત્વનું છે કે, પડવા ગામ સહિત 12 ગામના 500થી વધુ ખેડૂતો આજે જમીન સંપાદન મામલે રેલી કાઢી હતી. જે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો અને પોલીસે ખેડૂતો પર હળવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
ભાવનગર: ભાવનગરની પડવા જમીન સંપાદન મામલો વધુ ગંભીર બન્યો છે. ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા છતાં પોલીસે લાઠીઓ વરસાવી તેથી હવે રોષે ભરાયેલા ખેડૂતોએ ભગતસિંહના માર્ગે લડત કરવાનું નક્કી કર્યું છે. પોલીસના લાઠીચાર્જમાં બાળકો અને મહિલાઓ પર પણ અત્યાચાર થતાં ખેડૂતો પોતાના આંદોલનનો માર્ગ બદલશે. મહત્વનું છે કે, પડવા ગામ સહિત 12 ગામના 500થી વધુ ખેડૂતો આજે જમીન સંપાદન મામલે રેલી કાઢી હતી. જે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો અને પોલીસે ખેડૂતો પર હળવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
સમગ્ર મામલાની વાત કરીએ તો આ વિવાદ આજનો નથી. તેના મૂળિયા 20 વર્ષ પુરાણા છે. 2017 સુધીમાં પાડવા ગામની 140 એકર જમીનનો કબજો મેળવાયો હતો. ત્યારે આજે ઘોઘા તાલુકાના બાડી અને તેની આજુબાજુના 12 ગામોની જમીનનો કબજો મેળવવા કરાઇ રહેલા પ્રયાસો સામે સંઘર્ષે ચડેલા ખેડૂતો આજે ઉશ્કેરાતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે.
આજથી 20 વર્ષ અગાઉ જીપીસીએલ દ્વારા લિગ્નાઈટ કંપનીને ખેડૂતોની જમીન સંપાદીત કરાઈ હતી. જોકે આટલા વર્ષો સુધી કંપની દ્વારા જમીન પર કોઈ કામગીરી ન કરાઈ. પરંતુ હવે કંપની જમીનનો કબ્જો મેળવવા આવતા ખેડૂતોએ જંગ શરૂ કરી છે. આજના બજાર ભાવ પ્રમાણે જમીનની કિંમત આપવા ખેડૂતો માગણી કરી રહ્યા છે.