નવનીત દલવાડી/ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદિરના માહોલમાં ફસાયો છે. એવો ફસાયો છે કે આ ઉદ્યોગમાં જોડાયેલા 25 હજારથી વધુ લોકોની રોજગારીનો પ્રશ્ન આવી ગયો છે. શહેરમાં આવેલા 1250થી નાના-મોટા પ્લાસ્ટિકના કારખાનાએ 50 ટકા જેટલું ઉત્પાદન ઘટાડી દીધું છે. જેના કારણે મંજૂરોને પણ માઠી દશા બેઠી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?


  • મંદીના વંટોળમાં ફસાયો ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ

  • 25 હજારથી વધુ લોકોનો ઉદભવ્યો રોજગારીનો પ્રશ્ન

  • કારખાનેદારોએ કામ ઘટાડતાં મજૂરોની બેઠી માઠી દશા

  • સરકાર ઉદ્યોગને બચાવવા કંઈ કરે તેવી ઉઠી માગ 


'19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો', નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટર્સ લાગ્યા


જે શહેરની એક સમયે જાહોજલાલી હતી, અને તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થતી હતી તે મહારાજા કૃષ્ણકુમારસિંહની નગરી ભાવનગરના ઉદ્યોગ ધંધા મંદીમાં સપડાયા છે. ભાવનગરમાં મુખ્યત્વ અલંગ, હીરા અને પ્લાસ્ટિક એમ ત્રણ ઉદ્યોગ આવેલા છે. જેમાંથી હાલ પ્લાસ્ટિક ઉદ્યોગની માઠી દશા બેઠી છે. પ્લાસ્ટિકના 1250થી વધુ કારખાના મંદીમાં ફસાયા છે. પ્લાસ્ટિક ઉદ્યોગને લગતી મશીનરી બનાવવા માટેના 15 જેટલા યુનિટો આવેલા છે, જે મશીનરીની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે, આ પ્લાસ્ટિક ઉદ્યોગમાં મુખ્યત્વે મોનો ફિલાયાર્ન, દોરી, દોરડા, ટ્વાન, ફિશીંગ નેટ, પાટી અને કાપડ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગ પર 25 હજારથી વધારે પરિવારનું ગુજરાન ચાલે છે, પરંતુ હાલ ઉત્પાદન સામે ડિમાન્ડ ઘટવાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે.


વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો


  • મંદીમાં સપડાયો પ્લાસ્ટિક ઉદ્યોગ

  • મંદીને કારણે અનેક કારખાના થયા બંધ

  • 25 હજારથી વધુ લોકોને આપે છે રોજગારી

  • અનેક મજૂરોને ઘર ચલાવવાનો ઉદભવ્યો પ્રશ્ન

  • ચાઈના-કોરિયાના સસ્તા માલથી વેપારીઓ પરેશાન

  • સરકાર ઉદ્યોગને બચાવવા કંઈક કરે તેવી માગ


જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'


ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગની શરૂઆત 1968થી થઈ હતી. પહેલા હાથશાળથી વસ્તુઓ બનાવવામાં આવતી હતી, ત્યાર બાદ મશીનો આવ્યા, મશીનો પણ ભાવનગરમાં જ બન્યા જેની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે, મશીનો આવતા પ્લાસ્ટિક બનાવવાના કામમાં પણ ઝડપ આવી, પ્લાસ્ટીકમાંથી વસ્તુઓ બનાવવા માટેના કારીગરો પણ ભાવનગરમાં જ તૈયાર થયા હતા, છેલ્લા 50 વર્ષથી ધમધમતા આ પ્લાસ્ટિક ઉદ્યોગને હવે ટકી રહેવા માટે ખૂબ ઝઝૂમવું પડે તેવી સ્થિત સર્જાઈ છે. 


ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, CR પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન


ચાઈના અને કોરિયા જેવા દેશોમાંથી સસ્તો માલ આવે છે, જેની સામે અહીં કાચોમાલ મોંઘો પડે છે. પ્લાસ્ટિકના દોરડા, પ્લાસ્ટિકના કાપડ સહિત વિદેશોમાંથી આયાત વધી છે. મંદીની એવી અસર થઈ છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે. જે ચાલુ છે તેમણે માલ ઉત્પાદન પર 50 ટકા કાપ મુકી દીધો છે. કારખાના માલિકો સપ્તાહમાં બેથી ત્રણ દિવસ રજા રાખે છે. જેના કારણે મજૂરોની પણ માઠી દશા બેઠી છે. 


અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..


મંદીમાં સપડાયો પ્લાસ્ટિક ઉદ્યોગ


  • પ્લાસ્ટિક ઉદ્યોગને હવે ટકી રહેવા માટે ઝઝૂમવું પડે તેવી સ્થિત 

  • ચાઈના અને કોરિયા જેવા દેશોમાંથી સસ્તો માલ આવે છે

  • ભાવનગરમાં કાચોમાલ મોંઘો પડે છે

  • પ્લાસ્ટિકના દોરડા, પ્લાસ્ટિકના કાપડની વિદેશોમાંથી આયાત વધી

  • મંદીની એવી અસર થઈ છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે

  • જે ચાલુ છે તેમણે માલ ઉત્પાદન પર 50 ટકા કાપ મુક્યો

  • કારખાના માલિકો સપ્તાહમાં બેથી ત્રણ દિવસ રજા રાખે છે

  • મજૂરોની પણ માઠી દશા બેઠી છે


અમદાવાદ: 22 વર્ષીય યુવતીના ફોટા પર 'એસ્કોર્ટ ગર્લ' લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ!


માત્રો નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા કારીગરોને હાલ ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. માત્ર એક જ કામની આવડત ધરાવતા કારીગરો હાલ અન્ય ઉદ્યોગમાં સેટ થવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તેમને અન્ય ઉદ્યોગ ધંધામાં સેટ થવું ખુબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. જે ઉદ્યોગની પહેલા ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં બોલબાલા હતી તે ઉદ્યોગ હાલ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. મંદીને કારણે કારખાના માલિકોએ કારીગરો ઘટાડી દીધા છે. અનેક કારીગરોને છૂટા કરાયા છે. આ કારીગરોએ પોતાનું ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન ઉદભવ્યો છે. ત્યારે આ ઉદ્યોગને બચાવવા માટે સરકાર શું કરે છે તે જોવું રહ્યું.