મુસ્તાક દલ/જામનગર: અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહન. જામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવોર્ડ્સમાં સુંદર ગ્રીન ગાઉનમાં જોવા મળી આલિયા ભટ્ટ, કિંમત જાણીને આવી જશે ચક્કર!


સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો. એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો છેલ્લો તર્ક એટલે કે હોલિકા ફઈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ.


સુરતમાં બે વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા,ચેવડો અપાવવાને બહાને નરાધમે પીંખી નાંખી


ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા,કાગળ,  કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું  પૂતળું બનાવે છે. જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે. જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે. આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.


સોનું ઓલ ટાઈમ હાઈ રેટથી 3213 અને ચાંદી 8503 રૂપિયા થઈ ગઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ


હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ ભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે, અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે.હોલિકા નું દહન કરવામાં આવે છે.


ગુજરાતમાં ભગવાનની પૂજા માટે પણ બોલી લાગે, આ મંદિરમાં પૂજા માટે કરોડોનો ઈજારો અપાયો


6-3-2023ને  સોમવારને રોજ સાંજના સમયે હોલિકાનું દહન થાય છે. હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા પહોંચે છે અને અસત્ય ઉપર સત્યની જીતને લોકો સાક્ષી બને છે. આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે.