સુરતમાં બે વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, ફરારી ચેવડો અપાવવાને બહાને નરાધમે પીંખી નાંખી

સુરતના સચિન કપલેઠા વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં બે વર્ષીય બાળકી હતી. બાળકીને તેના ઘર નજીક રહેતો ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાદમાં બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો

સુરતમાં બે વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, ફરારી ચેવડો અપાવવાને બહાને નરાધમે પીંખી નાંખી

ચેતન પટેલ/સુરત: સુરતના સચિન વિસ્તારમાં 2 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેણીની હત્યા કરી નાખવાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. આરોપી અન્ય કોઈ નહી પરંતુ બાળકીના પિતાનો મિત્ર જ હતો. તે બાળકીને ફરાળી ચેવડો અપાવવાના બહાને પોતાની સાથે લઇ ગયો હતો અને બાદમાં દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે હૈવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સચિન કપલેઠા વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં બે વર્ષીય બાળકી હતી. બાળકીને તેના ઘર નજીક રહેતો ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાદમાં બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો મોડે સુધી બાળકી ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ઈસ્માઈલનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી પરિવારે બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. 

બનાવની ગંભીરતા જોઈ સચિન પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી દરમ્યાન બાળકીની લાશ કપલેઠા ગામના એક બંધ મકાનની પાછળ કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી આરોપીએ બાળકીની હત્યા કરી નાખી હતી અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. 

પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા તે ભાગતો નજરે ચડ્યો હતો. આ ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે પરિવારે જાણ કરી હતી બાળકીના પિતાનો મિત્ર ઈસ્માઈલ બાળકીને ૭ વાગ્યાનો લઇ ગયો છે અને તેનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે. બનાવની જાણ થતા જ અલગ અલગ ટીમ બનાવી હતી અને ગામજનો અને સરપંચની પણ મદદ લેવામાં આવી હતી. 

આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં જાણાવ્યું હતું કે આરોપીએ બાળકીને કમ્પાઉન્ડમાં લઇ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પેટના ભાગે આરોપીએ બચકું પણ ભર્યું છે અને બાળકીના શરીરે ઈજાના નિશાન પણ છે. 

આરોપી કપ્લેઠા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે તે ભાગવાની ફિરાકમાં હતો પરંતુ તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી મજુરી કામ કરે છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news